અજાણ્યા શખ્શે નોકર ના હાથ-પગ બાંધી ગળુ કાપી ને કર્યું ખૂન, ઘરમાંથી મળી લોહી-લુહાણ લાશ.
આ હત્યાનો કેસ ઉત્તરપ્રદેશ ના લખનૌ ના કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રેલ્વે ઓફિસર્સ કોલોની માં બન્યો છે. અહી રહેતા એક ડેપ્યુટી એન્જિનિયર ના નોકરની વગર કારણે હત્યા કરવામાં આવી છે.
લખનૌના કેન્ટ વિસ્તારમાં એક મકાનમાં કામ કરતા નોકરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કિસ્સો રેલ્વેની ઓફિસર્સ કોલોનીનો છે. ઘરના ઓરડામાં લોહી થી રેલમછેલ મૃતદેહ મળી આવતાં આ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. ખૂન ના આ બનાવ ની વાત વાયુવેગે પ્રસરતા આસપાસ ના ઘણા લોકો તેને જોવા માટે ભેગા થઈ થયા.
સૂચના મળતા જ ઘટના સ્થળે આવેલા પોલીસ અધિકારીઓએ કુતરાવાળી ટીમ અને ફિંગરપ્રિન્ટ ટીમ પાસે તપાસ કરાવાનું શરૂ કર્યું છે, તેમ છતાં આ નોકરને કોણે અને કયા કારણ થી હત્યા કરી તેની જાણકારી મળી નથી.અત્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. લખનૌના પૂર્વ ઝોનના ડીસીપી સંજીવ સુમન, રેલવે વિભાગમાં ડેપ્યુટી ચીફ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા પુણેત કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રેલ્વે અધિકારીઓ કોલોનીમાં રહે છે.
ફિરોઝાબાદ જિલ્લાના કોલ્હમમાં રહેતો 32 વર્ષનો શ્યામ બાબુનો પુત્ર બ્રિજમોહન તેમની સાથે અહિયાં નોકર તરીકે કામ કરતો હતો. કેટલાક લોકો એન્જિનિયરના ઘર બાજુ ગયા અને જોયું તો બ્રજમોહનના હાથ અને પગ બાંધેલા છે અને ઘરદાર હથિયારથી ગળું કાપી નાંખેલું હતું. અત્યારે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે કે આ નોકરની હત્યા કોણે કરી છે અને કયા કારણથી કરી છે.
થોડા દિવસ પહેલા લખનૌમાં એક પ્રેમીએ તેની પ્રેમિકાની ગળુ દબાવીને હત્યા કરી હતી. આનું કારણ પ્રેમિકાની પરેશાનીના લીધે પ્રેમી ગુસ્સે હોવાનું કહેવાતું હતું. આ પછી પ્રેમીએ ખુદ દુપટ્ટા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આ કિસ્સો લખનૌના પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં બંનેની લાશ હોટલ વૃંદાવન યોજના (ઓયો હોટલ)ની 106 નંબરની રૂમ માંથી મળી આવી છે. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યા છે અને ઘરના લોકોને જાણ કરી છે. અને આ બાબતે વધુ તપાસ ચાલુ છે.