સમાચાર

હોસ્પિટલમાં કોઈપણ દીકરીનો જન્મ થવા પર ખુશીથી ઝૂમી ઉઠે છે આ લેડી ડોકટર, નથી ચાર્જ કરતી એક પણ પૈસા, લોકોને વહેંચે છે મીઠાઈ…

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સ્ત્રી ભ્રૂણ હત્યાને રોકવા અને દીકરીઓને જન્મ આપવા માટે હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ વગેરેમાં અનેક સૂત્રોચ્ચાર અને ઝુંબેશ ચલાવવામાં આવે છે પરંતુ દિકરીઓને બચાવવા માટે કંઈ એવું કરવામાં આવતું નથી, જે સમાજ માટે પ્રેરણારૂપ બની શકે.

જોકે વારાણસીમાં એક નર્સિંગ હોમ છે, જ્યાં બાળકીના જન્મ માટે કોઈ ફી લેવામાં આવતી નથી. આ નર્સિંગ હોમ ચલાવતા ડો. શિપ્રા પુત્રીઓને બચાવવા આ અભિયાન ચલાવી રહ્યા છે.

શિપ્રા એ સ્ત્રી શક્તિનું ઉદાહરણ છે: ઘણીવાર લોકો પુત્રીઓના જન્મ પછી હતાશ થઈ જાય છે, કારણ કે પુત્રની ઇચ્છા ભારતમાં પુત્રી કરતાં વધારે હોય છે. જે લોકો પુત્ર જન્મવાની અપેક્ષા રાખે છે, તેમના ત્યાં જ્યારે પુત્રીનો જન્મ થાય છે, ત્યારે તેઓ હોસ્પિટલની ફી ભરવાનો ઇનકાર કરે છે પરંતુ વારાણસીની શિપ્રા એક એવી ડોક્ટર છે, જે દીકરીઓનો જન્મ થાય ત્યારે ફી લેતી નથી.

બીએચયુમાંથી મેડિકલની ડિગ્રી મેળવનાર ડો. શિપ્રા સ્ત્રી ભ્રૂણ હત્યાને નાબૂદ કરવાના અભિયાન ચલાવી રહી છે. તે તેના નર્સિંગ હોમમાં પુત્રીના જન્મ માટે એક રૂપિયો પણ ચાર્જ કરતી નથી, પરંતુ તેના બદલે તે પોતાના પૈસાથી મીઠાઇ મેળવીને વહેંચે છે. વડા પ્રધાન મોદીએ ખુદ આ પ્રયાસની પ્રશંસા કરી છે.

છોકરીઓને શિક્ષણ આપે છે: શિપ્રા ગરીબ છોકરીઓને તેમના નર્સિંગ હોમમાં શિક્ષણ પૂરું પાડવાનું પણ કામ કરે છે એટલું જ નહીં, અભણ યુવતીઓને પણ ખબર હોતી નથી કે સરકાર તેમને કઇ સુવિધાઓ પૂરી પાડી રહી છે, કઈ યોજનાઓ ચાલી રહી છે. આવામાં શિપ્રા તેમને માહિતી પ્રદાન કરવામાં તેમજ લાભ પૂરા પાડવામાં મદદ કરે છે. તેના ડોકટર પતિ પણ આ અભિયાનમાં મદદ કરે છે.

શિપ્રાનું કુટુંબ સમૃધ્ધ હતું પરંતુ તેની આસપાસ ફેલાયેલી દુષ્ટતાઓ અને પુત્રીઓ પ્રત્યે થયેલ દુષ્કર્મ અને તિરસ્કાર જોઈ શિપ્રાએ દીકરીઓ માટે કંઇક કરવાનું નક્કી કર્યું. આજે શિપ્રા દુષ્ટ વ્યવહારને નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહી છે અને બેટી બચાવો બેટી પઢાવો સૂત્રને સાકાર કરતી જોવા મળી રહી છે.

[quads id=1]

Related Articles

Back to top button