સમાચાર

ધૈર્યરાજ માટે આટલા કરોડનું આવી ગયું દાન, હવે માસૂમ બાળકનો જીવ બચાવવા ખૂટે છે ખાલી આટલા રૂપિયા…

આપણે બધા જાણીએ છીએ કે હાલમાં ગુજરાતમાં એક મુહિમ ચલાવવામાં આવી રહી છે. જેમાં એક માસૂમ બાળક કે જેનું નામ ધૈર્યરાજ સિંહ છે, જે ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે. હા, આ માસૂમ બાળકને એક ગંભીર બીમારી છે. જેના માટે આશરે 16 કરોડનો ખર્ચ થઇ શકે છે. જેના લીધે ગુજરાત ના સામાન્ય લોકોથી લઈને રાજકીય નેતાઓ, સેલિબ્રિટી પણ સામે આવીને દાન કરી રહ્યા છે.

મહીસાગર જિલ્લાના કાનેસર ગામના આ માસૂમ બાળકને એવી ગંભીર બીમારી છે કે જેનું ઇન્જેક્શન આશરે 16 કરોડનું આવે છે, જે સ્પેશિયલ અમેરિકામાંથી મંગાવું પડી શકે છે. જેના લીધે તેના માતા પિતા દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી રહી છે.

જોકે ગુજરાત રાજ્યના લોકો પણ માનવતા ના કામ માટે પીછેહઠ કર્યા વિના અથાશક્તી દાન આપી રહ્યા છે. હા, ગુજરાતના સામાન્ય લોકોથી માંડીને રાજકીય નેતાઓ અને સેલિબ્રિટી પણ દાન માટે આગળ આવ્યા છે. જેના થકી હવે ધૈર્યરાજની આ બીમારી દૂર કરવા માટે થોડાક જ પૈસાની જરૂર છે.

તમને જણાવી દઈએ કે ડોકટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ બાળકની સારવાર માટે હજુ 1 વર્ષ બાકી છે. જેના લીધે તેની મદદ માટે આટલા પૈસા એકઠા થઇ શકશે, તેવી પૂરેપૂરી શક્યતા છે. આ માટે લોકો ઓનલાઈન અને ઓફલાઈન દાન આપી રહ્યા છે.

ઘણા સામાજિક સંગઠનો અને ધાર્મિક સ્થળો દ્વારા શહેરમાં દાનપેટી મૂકવામાં આવી છે. આ સાથે ઘણા લોકો તો રોડ પર ઊભા રહીને આ માસુમનો જીવ બચાવવા માટે દાન એકઠું કરી રહ્યા છે. તેમના માતાપિતા દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી હતી કે અમારી તાકાત નથી કે અમે અમારા બાળકનો જીવ બચાવી શકીએ, જેથી તમે અમારી મદદ કરી શકો છો. જેને જોઈને ગુજરાતના લોકો ભાવવિભોર થઇ ગયા છે અને શક્તિ પ્રમાણે દાન આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ધૈર્યરાજ માટે 20 તારીખ સુધીમાં 9 કરોડ જેટલું દાન એકઠું થઈ ગયું છે. જોકે આગમી સમયમાં આ આંકડો વધી શકે છે.

[quads id=1]

Related Articles

Back to top button