સમાચાર

દેવાયત ખવડના ડાયરામાં થયું ફાયરિંગ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ – જુઓ વિડિયો

  • ડાયરાનો વીડિયો લોકઅપમાં રહેલા આરોપી જયેશ ડાંગર દ્વારા ઇન્સ્ટા એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હતો

જાણીતા લોક ગાયક દેવાયત ખવડના ડાયરાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ડાયરાની અંદર 6થી વધુ રાઉન્ડ ફાયરિંગ થતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે વીડિયોમાં જોઇ શકાય છે કે દેવાયત ખવડના પાછળ ધાધલ કુટુંબનું બોર્ડ પણ લગાવેલું છે.

સમગ્ર મામલે રાજકોટ પોલીસ અથવા તો અન્ય જિલ્લાની પોલીસ દ્વારા દેવાયત ખવડનું નિવેદન નોંધવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. ડાયરાનો વીડિયો બીજા કોઈએ જ નહીં પરંતુ તાજેતરમાં જ ભક્તિનગર પોલીસ ના લોકઅપ માં રહેલા આરોપી જયેશ ડાંગર દ્વારા ઇન્સ્ટા એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

આરોપી જયેશ ડાંગર સહ આરોપી તુષાર દવે ઉર્ફે અદો ભક્તિનગર પોલીસ સ્ટેશનના લોકઅપમાં હોય તે પ્રકાર નો વીડિયો જયેશ ડાંગરના બે મિત્રો એ બનાવ્યો હતો. ત્યાર બાદ તે વીડિયો ને જયેશ ડાંગર અને તુષાર દવે ના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યા હતા. જે મામલે ભક્તિનગર પોલીસે ચાર આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. લોકઅપનો વીડિયો વાયરલ થતાં ભક્તિનગર પોલીસ દ્વારા ગણતરીની કલાકોમા બે જેટલા આરોપી ભરત ડવ તેમજ દીપ કનેરિયાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કે અન્ય બે આરોપી જયેશ ભાઈ રાણાભાઇ ડાંગર, તુષાર ઉર્ફે અદા વિજય ભાઈ દવે ની ભક્તિનગર પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.

[quads id=1]

Related Articles

Back to top button