સમાચારસુરત

સુરત શહેરમાં બિઝનેસમેનના પુત્ર પુત્રીના લગ્નમાં આવેલા મહેમાનો પણ ચોંકી ઉઠ્યા, જાણો એવું તો શું થયું…..

આજના આધુનિક સમયમાં લગ્ન એટલા આધુનિક બનતા જાય છે કે લોકો એકબીજાની દેખાદેખી કરીને લાખો રૂપિયા ખર્ચ કરી નાખે છે. તેઓ દેવું કરીને પોતાનો વટ રાખવા માટે લગ્નમાં લાખો રૂપિયા વેડફી નાખે છે. જોકે આપણે ક્યારેય દેખાદેખી કરવી જોઈએ નહીં. આનું ઉત્તમ ઉદાહરણ સુરત શહેરના બિઝનેસમેન સવજીભાઈ વેકરીયા એ પૂરું પાડયું છે. હા, તેઓએ તેમના પુત્ર પુત્રીના લગ્ન એકદમ સાદગી સાથે કર્યા હતા અને લગ્નના કરિયાવરમાં પુત્રની ઊંચાઈ જેટલા પુસ્તકો આપ્યા હતા. આ સિવાય તેઓએ ઘણી સેવાભાવી સંસ્થાઓને 21 હજાર દાન પણ આપ્યું છે.

મૂળ અમરેલી ના રહેવાસી સવજીભાઈ વેકરીયાની આજે તેમના કામ કરવા બદલ જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. તેઓએ તેમના બાળકોના લગ્નમાં પણ ફક્ત નજીકના લોકોને જ આમંત્રિત કર્યા હતા.

લગ્નમાં કોઈપણ પ્રકારની વધારાની દેખાવો કરવા લાઈટિંગ કે ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. આ સિવાય દીકરાના તોરણ વખતે વહુના છાબમાં સોના ચાંદીના ઝવેરાત આપવામાં બદલે પુસ્તકો આપવામાં આવ્યા હતા. તેજ રીતે તેમની દીકરીની છાબમાં પણ પુસ્તકો આપવામાં આવ્યા હતા.

આ સિવાય સવજીભાઈ વેકરીયા એ સંદેશ આપ્યો હતો કે લગ્નમાં બીજાને જોઈને તેને નીચું દેખાડવા માટે વધુ ખર્ચા કરવા જોઈએ નહીં. આ કામમાં વરરાજા પણ સહભાગી થયા હતા અને નજીકની સ્કૂલમાં જઈને તેઓએ 125 છોડનું વિતરણ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે સવજીભાઈ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ છે. તેઓએ થોડાક સમય પહેલા તેમના ગામ રફાળાની કાયાપલટ કરીને ગોલ્ડન વિલેજ તરીકે નામના ધરાવવામાં ખાસ ફળો આપ્યો હતો.

[quads id=1]

Related Articles

Back to top button