તમારા માટે અમૃત કરતા ઓછી નથી સંતરાની છાલ, ઇમ્યુનીટી થી લઈને ઘણી બીમારીઓમાં છે રામબાણ…
ભારતમાં ઘણા પ્રકારના ચાના રસિયાઓ જોવા મળે છે. કેટલાક લોકો દૂધ સાથે ચા અને કેટલાક બ્લેક અથવા ગ્રીન ટી પીવાનું પસંદ કરી. ભારતમાં મોટાભાગના લોકો દૂધની ચા પીવાનું પસંદ કરે છે પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે ચાની ઘણી જાતો છે, જે તમારે પીવી જોઈએ. આવી જ એક ચા વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે ઘણા બધા ગુણોથી સમૃદ્ધ છે. અમે જે ચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તે નારંગીની છાલની ચા છે. જેને આપણે સામાન્ય રીતે ફેંકી દઈએ છીએ, તેમાં ઘણા બધા પોષક તત્ત્વો ભરેલા હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ આરોગ્યપ્રદ હોય છે. નારંગી છાલની ચા રોગપ્રતિકારક શક્તિ વધારવાનો સૌથી સહેલો રસ્તો છે.
સામગ્રી
- અડધી નારંગીની છાલ
- દોઢ કપ પાણી
- અડધી ઇંચ તજની લાકડી
- 2 થી 3 લવિંગ
- 1 થી 2 એલચી
- અડધી ચમચી ગોળ
ચા કેવી રીતે તૈયાર કરવી
સૌ પ્રથમ ઊંડા વાસણમાં પાણી રેડો અને ગેસને મધ્યમ તાપ પર ગરમ કરી લો. હવે નારંગીની છાલ અને અન્ય મસાલા ઉમેરો. આ ચાને 2 થી 3 મિનિટ સુધી પકાવો અને પછી ગેસ બંધ કરો. એક કપમાં ચાને ફિલ્ટર કરી લો અને તેમાં મીઠાઇ માટે ગોળ ઉમેરો. પછી તેને બરાબર મિક્ષ કરી લો. તો હવે તૈયાર છે નારંગી યુક્ત ચા…
નારંગીની છાલની ચાના ફાયદા
લિમોનેન નામનું કમ્પાઉન્ડ નારંગીની છાલમાં જોવા મળે છે, જે આવશ્યક તેલથી 97 ટકા સમૃદ્ધ છે. તે કુદરતી રીતે બળતરા વિરોધી અને કેન્સર વિરોધી ગુણધર્મોથી સમૃદ્ધ છે. તેને જ્યારે આહારમાં ઉમેરવામાં આવે છે, ત્યારે પેટની બળતરા, પેટનું ફૂલવું અને ત્વચા કેન્સર જેવી સમસ્યાઓથી રાહત મળે છે.