ગુજરાત

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ફક્ત કાગળ પર છેઃ અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 25 જુલાઈ ના રોજ સાંજે 7:00 વાગ્યે પોરબંદર એરપોર્ટ પર તેમની 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા હતા. તે જ સમયે તેમને માહિતી આપવામાં આવી હતી કે ગુજરાતના બરવાડા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 32 થી વધુ લોકોના મોત થયા છે અને 40 થી વધુ લોકોની હાલત ગંભીર છે.

26 જુલાઈએ અરવિંદ કેજરીવાલ જી ભાવનગર ની સર ટી. હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં તેમણે લઠ્ઠાકાંડના પીડિતોની સ્થિતિ જાણી અને ત્યારબાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમે લઠ્ઠાકાંડની ઘટનાના પીડિતોને મળ્યા અને તેમની સ્થિતિ જાણી. કેટલાક લોકોની હાલત અત્યંત ગંભીર છે. તમામ પીડિતો ગરીબ પરિવારમાંથી આવે છે અને જ્યારે અમે કેટલાક પીડિતો સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું કે દરેક ગામમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે.

અરવિંદ કેજરીવાલ જી એ આગળ કહ્યું કે, આજે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે, પરંતુ ગુજરાતમાં ફક્ત કાગળ પર દારૂબંધી છે. કાયદા મુજબ અહીં દારૂની છૂટ નથી, અને આજે સમગ્ર ગુજરાતની જનતા જાણે છે કે ગુજરાતમાં કેટલો ગેરકાયદેસર દારૂ વેચાય છે. મારો પ્રશ્ન એ છે કે આ લોકો કોણ છે જેઓ ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ કહે છે કે ગેરકાયદેસર દારૂનો ધંધો હજારો કરોડ રૂપિયાનો છે. સ્વાભાવિક છે કે તે લોકોને રાજકીય સંરક્ષણ મળી રહ્યું છે, ત્યારે જ તેઓ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ નું વેચાણ કરી રહ્યા છે. પૈસા કમાવવા માટે ગરીબોના જીવ સાથે રમત રમાઈ રહી છે. ગેરકાયદેસર દારૂ ના કારણે જે તમામ રૂપિયા જાય છે, તે ક્યાં જાય છે એ એક મોટો પ્રશ્ન છે.

અમારા મતે પીડિત પરિવારોને વળતર મળવું જોઈએ. અમારું માનવું છે કે નાના નાના લોકોને પકડવાથી કંઈ નહીં થાય, તેમના માસ્ટર માઈન્ડને પકડવામાં આવે તે જરૂરી છે. ગુજરાતમાં જેઓ દારૂના માફિયાઓ ચલાવી રહ્યા છે તેમને પકડવા જોઈએ. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે, તેથી અમે માનીએ છીએ કે આ અંગે નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.

અરવિંદ કેજરીવાલ જી એ પછી કહ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જે લોકો ઝેરી દારૂ પીવાથી મૃત્યુ પામ્યા છે, ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને જેઓ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે, ભગવાન તેમને નવું જીવન આપે અને તેમને સ્વસ્થ બનાવે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ જી ભાવનગર એરપોર્ટ થી દિલ્હી જવા રવાના થયા હતા.

આમ આદમી પાર્ટી ગુજરાત

[quads id=1]

Related Articles

Back to top button