દેશ

નીરવ મોદી સામે ED ની મોટી કાર્યવાહી, હોંગકોંગમાં હીરાના વેપારીની 253 કરોડની સંપત્તિ જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જણાવ્યું છે કે, તેણે ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી સાથે જોડાયેલી કંપનીઓની જેમ્સ, જ્વેલરી અને બેંક ડિપોઝિટ સહિત રૂ. 253.62 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

કેન્દ્રીય એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ તમામ જંગમ સંપત્તિ હોંગકોંગમાં હતી અને મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે જપ્ત કરવામાં આવી હતી. નિવેદન અનુસાર, હોંગકોંગમાં નીરવ મોદી જૂથની કેટલીક સંપત્તિઓને ખાનગી ‘તિજોરીઓ’ માં રત્ન અને ઝવેરાત તરીકે ઓળખવામાં આવી છે. આ સાથે ત્યાંના બેંક ખાતાઓમાં કેટલી રકમ રાખવામાં આવી છે તેની પણ જાણકારી મળી હતી.

તેમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવ્યા છે. નીરવ (50) હાલમાં યુકેની જેલમાં કેદ છે. પંજાબ નેશનલ બેંકના 2 અબજ ડોલરના છેતરપિંડી કેસમાં તે મુખ્ય આરોપી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) આ કેસની તપાસ કરી રહી છે.

50 વર્ષીય નીરવ મોદી હાલમાં યુકેની જેલમાં બંધ છે. ED મુજબ, તેણે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ, 2002 (PMLA) હેઠળ ECIR નોંધીને 6,498.20 કરોડના PNB બેન્ક છેતરપિંડીના કેસમાં તપાસ શરૂ કરી હતી.

[quads id=1]

Related Articles

Back to top button