આજે દરેક વ્યક્તિ જાણે છે કે બીજેપીના ભ્રષ્ટાચારના કારણે રસ્તાઓની હાલત બદતર થઈ ગઈ છે: ‘આપ’
છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં રસ્તાઓની હાલત ખરાબ છે. મોટા શહેરોમાં કરોડો રૂપિયા ખર્ચ્યા પછી જે રસ્તા બનાવ્યા છે તે આજે મોટા ખાડાઓમાં ફેરવાઈ ગયા છે. આજે દરેક વ્યક્તિ જાણે છે કે બીજેપીના ભ્રષ્ટાચારના કારણે રસ્તાઓની હાલત બદતર થઈ ગઈ છે. ઘણી જગ્યાએ તો એવી સ્થિતિ સર્જાઈ હતી કે આખા વાહનો ખાડાઓમાં ડૂબી ગયા હતા. પરંતુ તે ખાડાઓના સમારકામ માટે ભાજપ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે લોકોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.
આથી આમ આદમી પાર્ટીએ પોતાની જવાબદારી સમજીને રાજકોટમાં ખાડાઓ પુરવાનું કામ કર્યું. રાજકોટમાં રાજકોટ જિલ્લા પ્રમુખ ચેતન કમાણીની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ એ રામાપીર ચોક (150 ફૂટ રીંગ રોડ) પરના ખાડાઓનું સમારકામ કર્યું. સત્તાધારી ભાજપ માત્ર ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે અને તેમને જનતાની સમસ્યાઓ દેખાતી નથી, તેથી જ આમ આદમી પાર્ટીએ આ કરવાની ફરજ પડી છે.
આમ આદમી પાર્ટી ની વધતી લોકપ્રિયતાથી અને વધતા જનસમર્થન થી ભાજપ અત્યંત હેરાન-પરેશાન થઈ ગયું છે, આ જ કારણથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પોલીસને મોકલી ને નેતા તથા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવે છે. આખા રાજકોટ શહેરમાં ખાડાઓના કારણે જનતા પરેશાન છે અને જનતાની આ પરેશાનીને દૂર કરવા માટે આમ આદમી પાર્ટી ખાડા પુરવાનું કામ કરી રહી છે ત્યારે ભાજપ સરકાર દ્વારા તાનાશાહી વલણ અપનાવીને આ કાર્યને રોકવામાં આવે છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ને હિરાસતમાં લેવામાં આવે છે. આ બધી જ ઘટનાઓને જનતા જોઈ રહી છે. અને જેમ જેમ ભાજપ આમ આદમી પાર્ટી પર ખોટી રીતે કાર્યવાહી કરી રહી છે તેમ તેમ ગુજરાતની જનતા વચ્ચે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયા, ટ્રેડવિંગ ગુજરાત પ્રદેશ પ્રમુખ શિવલાલ પટેલ, લોકસભા મહામંત્રી દિલીપસિંહ વાઘેલા, રાજકોટ શહેર મહામંત્રી સંજયસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ સહમંત્રી તેજસ ગાજીપરા, સાથે લાલજીભાઈ ચૌહાણ, હીરાભાઈ સભાદ તથા અમન ભાઈ ગોહેલ ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
જ્યારથી વરસાદ પડ્યો છે ત્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતના જુદા જુદા પૂર પ્રભાવિત વિસ્તારો ની બેઠક કરીને ત્યાંના લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે કામ કરી રહી છે. આમ આદમી પાર્ટીના સુરતના નેતાઓ વરસાદના દિવસથી જનતાને ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં દિવસ-રાત લાગેલા છે અને આજે પણ આ કામ ચાલુ જ છે. સુરત ઉપરાંત રાજકોટ, નવસારી, વલસાડ અને અન્ય ઘણા સ્થળોએ આમ આદમી પાર્ટી દ્વારા લોકોને ફૂડ પેકેટ અને પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે.
આજે ગુજરાતનું દરેક બાળક પણ જાણે છે કે ભ્રષ્ટાચારી ભાજપ નાના-મોટા દરેક કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર આચરે છે અને તેના કારણે સમગ્ર ગુજરાતમાં રસ્તાઓ તૂટી ગયા છે. જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને કાર્યકરોએ આ કામ શરૂ કર્યું ત્યારે ત્યાં હાજર લોકોએ તેમના કામની પ્રશંસા કરી. ગુજરાતની જનતાએ આજ સુધી એવો કોઈ પક્ષ જોયો નથી જે લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે આટલી હદે કામ કરે.
આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ જનતાની સેવા કરવા માટે રસ્તા પર પરસેવો પાડી રહ્યા છે પરંતુ ભાજપના નેતાઓ હજુ પણ પોતાના ઘરે બેઠા છે. કારણ કે જનતા ભાજપના નેતાઓ જે પ્રશ્નો પૂછશે તેના જવાબો તેમની પાસે નથી, જનતા ભાજપના તંત્રથી નારાજ છે, ભાજપના નેતાઓ ત્યાં જ દેખાય છે જ્યાં તેમને ભ્રષ્ટાચાર કરવાનો હોઈ છે. છેલ્લા 27 વર્ષથી ભાજપના કોઈ નેતા એ જનતા વિશે વિચાર્યું નથી. આજે પણ ભાજપને કારણે લોકો ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.