અમદાવાદગુજરાત

ગુજરાતમાં આજના કેસ જોઇને તમારી આંખો થઈ જશે પહોળી

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 717 કેસ સામે આવ્યા છે. જેમાંથી સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાંથી સામે આવ્યા છે. તેમ છતાં આજે કોરોનાની સારવાર દરમિયાન 562 દર્દીઓ સાજા પણ થયા છે. જ્યારે રાજ્યમાં કોઈ મોત નોંધાયું નથી.

નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં 309, સુરત શહેરમાં 88, વડોદરા શહેરમાં 29, ગાંધીનગર શહેરમાં 31, ભાવનગર શહેરમાં 16, રાજકોટ શહેરમાં 15 અને જામનગર શહેરમાં 1 કેસ સામે આવ્યો છે. જ્યારે વલસાડમાં 21, પાટણમાં 19, નવસારીમાં 14, મહેસાણામાં 25, સુરતમાં 28, ભરુચમાં 22, મોરબીમાં 13, વડોદરામાં 12, બનાસકાંઠા અને કચ્છમાં 8-8 કેસ, અમદાવાદ, દ્વારકા અને ભાવનગરમાં 7-7 કેસ, રાજકોટ અને સાબરકાંઠામાં 5-5 કેસ, અમરેલી, આણંદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં 4-4 કેસ, જામનગરમાં 3, અરવલ્લી અને ખેડામાં 2-2 કેસ, ગીર સોમનાથ, જૂનાગઢ, તાપી અને પોરબંદરમાં 1-1 કેસ સામે આવ્યા છે.

તેની સાથે કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 562 દર્દીઓ સાજા થતા કોરોનાથી સાજા થવાનો આંકડો 12,21,244 પહોંચ્યો છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 3879 પહોંચ્યા છે, જેમાં 1 દર્દી વેન્ટિલેટર પર રહેલ છે જયારે 3878 દર્દીઓ સારવાર હેઠળ રહેલા છે. આ સિવાય કોરોનાથી કુલ મોતનો આંકડો 10,948 પહોંચ્યો છે.

[quads id=1]

Related Articles

Back to top button