ગુજરાતરાજકારણસમાચાર

આમ આદમી પાર્ટીના નેતાઓ પર થઈ રહેલા હુમલાઓને લઈને AAP ની પોલીસ પ્રશાસનને અપીલ

AAP એ રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટર અને પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપીને કહ્યું ભાજપના ગુંડાઓ સામે પોલીસે કડક પગલાં ભરવા પડશે

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓ પર થઈ રહેલા હુમલાઓને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પર થઇ રહેલા હુમલાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટર અને પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જો કે આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી નિરાશ, ભાજપના ગુંડાઓ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ પર દિવસેને દિવસે હુમલા કરવામાં આવી રહ્યા હોવાનું આપે જણાવ્યું છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી અને મહેશ સવાણી પર પણ હુમલા કરવામાં આવી ચુક્યા છે. ત્યારે હવે આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટી પર થતા હુમલાઓની તટસ્થ તપાસ કરવાની માંગ કરાઈ છે. અને આ ભાજપના ગુંડાઓ સામે પોલીસે કડક પગલાં ભરવા પડશે. આવેદન પત્ર આપતા આપે જણાવ્યું હતું કે કાનૂન વ્યવસ્થામાં જનતાનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસને ભાજપના ગુંડાઓ સામે કડક પગલાં ભરવા પડશે.

જો કે, ગયા શનિવારે પણ સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પર ભાજપ દ્વારા ફરી એકવાર કાયરતા ભર્યા હુમલા કરવામાં આવ્યા હતા. ત્યારે હજુ સુધી આ બેફામ બનેલા ભાજપના આ ગુંડાઓ સામે કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. આમ આદમી પાર્ટી દ્વારા આપના નેતાઓ અને તેમના પરિવારજનોને સલામતી પુરી પાડવાની માંગ કરાઈ હતી. જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા, ભાવનગર, જામનગર, ગાંધીનગર, ભરૂચ, જૂનાગઢ સહિતના તમામ જિલ્લાઓમાં કલેક્ટર અને પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપીને વિરોધ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં જ્યાં જ્યાં સત્તાધારી ભાજપ સરકારની ખોટી નીતિઓનો વિરોધ કરવો પડ્યો છે ત્યાં હંમેશા આમ આદમી પાર્ટી એ લોકશાહી ઢબે વિરોધ પણ કર્યો છે. અને આ જ કારણસર આમ આદમી પાર્ટીના નગર સેવકો અને કાર્યકરો પર ભાજપના ગુંડાઓ દ્વારા દરરોજ હુમલા કરવામાં આવે છે. ત્યારબાદ દરેક વખતે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસમાં રિપોર્ટ દાખલ કરવામાં આવે છે, પરંતુ આજ સુધી ભાજપના બેફામ બનેલ ગુંડાઓ સામે કોઈ કડક પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ પ્રશાસનને અપીલ કરવામાં આવી છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર થયેલા હુમલાના ગુનેગારોને વહેલી તકે પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે કાયદો અને વ્યવસ્થા બનાવી રાખે.

[quads id=1]

Related Articles

Back to top button