આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ની હાજરી માં આજે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી એ મીડિયા ને સંબોધિત કરી હતી. જેમાં તેમને ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર પાણીની ચોરી કરી રહી છે. રાજ્યમાં ખેડૂતોના ભાગનું પાણી ચોરાય રહ્યું છે, ત્યારે ભાજપ સરકારે આ પાણીચોરી ને રોકવી જોઈએ અને આવા પાણી ચોરી કરતા લોકોને શોધવાની જરૂર છે. જો કે ડેમમાં પાણી હોવા છતાંય પણ ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે, ત્યારે આ અન્નદાતા માટે એક ગંભીર મુદ્દો છે જેના પર ભાજપ સરકારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
રાજયમાં હાલ વરસાદ ખેંચાઈ રહ્યો છે, ત્યારે હવે રાજ્યના ખેડૂતો પણ ખેતરમાં વાવેતર માટે નર્મદાના પાણીની રાહ જોઈને બેઠા છે. જયારે બીજી બાજુ, ડેમમાં પાણી ઓછું હોવાનું કહીને સરકારે ખેડૂતોને ગયા ઉનાળે વાવેતર માટે પાણી આપવાનું બંધ કરી દીધું છે. ત્યારે જુઓ ખરેખરમાં ગઈકાલના નર્મદા ડેમમાં પાણીની સ્થતિ વિષે આંકડા શું કહે છે? આ અંગે સાગર રબારી એ સટીક આંકાડાઓ સાથે મીડિયામાં માહિતી આપી છે.
તારીખ | લેવલ | જથ્થો | |
MCM | એકર ફૂટ | ||
1/4/2022 | 118.15 | 954 | 346,174 |
7/4/2022 | 119.44 | 1138 | 9,22,591 |
14-4-22 | 120.59 | 1325 | 10,74,194 |
21-422 | 120.68 | 1341 | 10,87,166 |
30-4-22 | 120.93 | 1386 | 11,23,648 |
1/5/2022 | 120.98 | 1396 | 11,31,755 |
7/5/2022 | 120.36 | 1283 | 10,40,145 |
14-5-22 | 120.02 | 1222 | 9,90,691 |
21-5-22 | 119.69 | 1174 | 9,51,777 |
31-5-22 | 118.76 | 1041 | 8,43,952 |
7/6/2022 | 117.53 | 865 | 7,01,266 |
14-6-22 | 116.28 | 687 | 5,56,959 |
22-6-22 | 115.16 | 527 | 5,29,152 |
સાગર રબારી એ પાણીચોરી ના મુદ્દે વધુ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે, નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની વેબસાઈટના આંકડાઓ અનુસાર, ખેડૂતો માટે પાણી બંધ કર્યા પછી ડેમની સપાટી વધતી જ રહી છે. સહુથી વધારે પાણીની સપાટી તા. 1-5-2022ના રોજ 120.98 મીટર હતી, ડેમમાં પાણીનો જથ્થો 1,396 મિલિયન ક્યુબિક મીટર, એટલે કે 11,31,755 એકર ફૂટ હતો. આ પરથી સ્પષ્ટ થાય છે કે પાણીના જથ્થામાં જે ઘટાડો થયો છે તે પીવાના પાણીનો ઘટાડો નથી. સાગર રબારી એ વધુમાં કહ્યું કે, વર્ષના 365 દિવસના કુલ જથ્થાના 81.91 % પાણી માત્ર 73 દિવસમાં વપરાયું! આ શક્ય નથી. એટલે જ કહું છું કે ગુજરાત સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ મેળાપીપણામાં ખેડૂતોનું પાણી ચોરી કરે છે.