રમત ગમત

ODI World Record : ઇંગ્લેન્ડે રચ્યો ઈતિહાસ, ODI ક્રિકેટમાં ફટકાર્યા 498 રન, તૂટ્યા અનેક રેકોર્ડ્સ

ઈંગ્લેન્ડે નેધરલેન્ડ્સ સામેની ODI મેચમાં ઈતિહાસ રચ્યો છે. 17 જૂનના આ ટીમે VRA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નિર્ધારિત 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 498 રન બનાવ્યા છે. ODI ક્રિકેટમાં ટીમનો આ સર્વોચ્ચ સ્કોર છે. ઈંગ્લેન્ડે આ મામલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ODI ફોર્મેટમાં, ટોપ-3 સ્કોર ઈંગ્લેન્ડના નામે નોંધાયેલ છે.

ODI ફોર્મેટમાં સર્વોચ્ચ સ્કોર :
498/4 – ઈંગ્લેન્ડ વિરુદ્ધ નેધરલેન્ડ્સ (17 જૂન 2022)
481/6 – ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (19 જૂન 2018)
444/3 – ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન (30 ઓગસ્ટ 2016)
443/9 – શ્રીલંકા વિરુદ્ધ નેધરલેન્ડ્સ (4 જુલાઈ 2006)
439/2 – દક્ષિણ આફ્રિકા વિ વેસ્ટ ઈન્ડિઝ (18 જાન્યુઆરી 2015)

મેચમાં ટોસ હાર્યા બાદ ઈંગ્લેન્ડને પ્રથમ ફટકો 1.3 ઓવરમાં જ લાગ્યો હતો અને પ્રથમ બેટિંગ કરવા આવી હતી. ત્યાર બાદ ફિલિપ સોલ્ટે ડેવિડ મલાન સાથે બીજી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું હતું.

ફિલિપ સોલ્ટ 93 બોલમાં 14 ચોગ્ગા અને 3 સિક્સરની મદદથી 122 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ મલાને જવાબદારી સંભાળી લીધી હતી. તેણે જોસ બટલર સાથે ચોથી વિકેટ માટે 184 રન બનાવ્યા અને ટીમને 400ની પાર પહોંચાડી દીધી હતી.

44.3 ઓવરમાં ઈંગ્લેન્ડને માલનના રૂપમાં ઝટકો લાગ્યો હતો. તે 109 બોલમાં 125 રન બનાવીને આઉટ થયા હતા, જેમાં 3 સિક્સર અને 9 ફોર સામેલ હતી. બીજા જ બોલ પર કેપ્ટન ઇયોન મોર્ગન શૂન્ય પર આઉટ થઈ ગયા હતા.

ત્યાર બાદ જોસ બટલરે 70 બોલમાં અણનમ 162 રન બનાવ્યા હતા. જોશ બટલરે 14 સિક્સર અને 7 ફોર ફટકારીને બધાનું ખૂબ મનોરંજન કર્યું હતું. આ ઇનિંગમાં કુલ 26 સિક્સર ફટકારવામાં આવી હતી. આ સિવાય 36 ચોગ્ગા પણ જોવા મળ્યા હતા. વિરોધી ટીમ તરફથી સીલરે 2 શિકાર, જ્યારે બીક અને સ્નેટરે 1-1 વિકેટ લીધી હતી.

[quads id=1]

Related Articles

Back to top button