દિલ્હી સામેની હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સને દિલ્હી કેપિટલ્સ સામે હારવાની મળી આ મોટી સજા
મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલ 2022 ની તેમની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં મોટો ટાર્ગેટ હોવા છતાં મુંબઈને રોમાંચક મેચમાં હાર મળી હતી. આ હારની સાથે જ ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ટીમના કેપ્ટન રોહિત શર્માને ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેચમાં મુંબઈને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
રવિવારના રમાયેલી IPL મેચમાં ધીમી ઓવર રેટ માટે મુંબઈના કેપ્ટન રોહિત શર્મા પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. IPL એ એક મીડિયા રીલીઝમાં જણાવ્યું હતું કે, “મુંબઈ ઈન્ડિયન્સ પર 27 માર્ચના મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામેની ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની મેચ દરમિયાન ધીમી ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે.”
તેમ જણાવવામાં આવ્યું છે કે, “ધીમી ઓવર રેટથી આ ટીમનો પ્રથમ ગુનો છે એટલા માટે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.”
નોંધનીય છે કે, મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન રોહિતે 41 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જ્યારે ઈશાન કિશને બેટિંગ કરતા 81 રન બનાવ્યા હતા. તેણે 48 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમે 18.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે લલિત યાદવ અને અક્ષર પટેલે શાનદાર ઇનિંગ્સ રમી હતી.