રમત ગમત

જીત સાથે શરૂઆત કરવા ઉતરશે મુંબઈ ઇન્ડિયન્સ, જ્યારે ઘણા સ્ટાર ખેલાડીઓ વગર ઉતરશે દિલ્હી કેપિટલ્સ

IPL 2022 ના પ્રથમ ડબલ હેડરમાં મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે અને પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. ગત સિઝનમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈની ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું અને ટીમ પ્લેઓફમાં પહોંચી શકી ન હતી.

આવી સ્થિતિમાં રોહિત શર્માની ટીમ ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે. જ્યારે, ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ ગત સિઝનમાં પ્લેઓફમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ટીમ આ વર્ષે પણ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખવા માંગે છે.

મુંબઈએ કેપ્ટન રોહિત શર્મા, ઈશાન કિશન, કેરોન પોલાર્ડ અને જસપ્રિત બુમરાહ સહિત પોતાની ટીમ જાળવી રાખી છે અને આ મેચમાં ચારેયનું પ્રદર્શન નિર્ણાયક રહેશે. તમામ ફોર્મેટમાં ભારતના નવા કેપ્ટન રોહિતનું નેતૃત્વ અને ટેકનિકલ કૌશલ્ય જાણીતું છે. હવે જોવાનું એ રહે છે કે, ઋષભ પંત દિલ્હી માટે કેપ્ટન તરીકે કેવું પ્રદર્શન કરે છે, જેને ભારતનો ભાવિ કેપ્ટન માનવામાં આવી રહ્યો છે. મુંબઈએ ખાસ કરીને વિસ્ફોટક બેટ્સમેન પંત પર નજર રાખવી પડશે.

રોહિત-ઈશાન ખુલશે

રોહિત પહેલા જ કહી ચુક્યા છે કે, તે અને ઈશાન ઇનિંગની શરૂઆત કરશે. જ્યારે બંને ફોર્મમાં હોય છે, ત્યારે તેઓ વિશ્વના કોઈપણ બોલિંગ આક્રમણને તોડી શકે છે. દિલ્હીના બોલરોને તેને લઈને સાવધાન રહેવું પડશે. સૂર્યકુમાર યાદવ આ મેચ માટે ઉપલબ્ધ નથી. તે NCA માં ‘રિહેબિલિટેશન’ માં છે. તેમની જગ્યાએ ફેબિયન એલનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુંબઈએ પોતાના મિડલ ઓર્ડર અને નીચલા મધ્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેમાં માત્ર પોલાર્ડ જ અનુભવી ખેલાડી છે. હવે જોવાનું એ રહે છે કે, તિલક વર્મા, ટિમ ડેવિડ અને ‘આગામી એબી ડી વિલિયર્સ’ કહેવામાં આવનાર સાઉથ આફ્રિકાના યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવીસને તક મળે છે.

બુમરાહ ઝડપી આક્રમણનું નેતૃત્વ કરશે અને ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ પણ બ્રેબોર્ન સ્ટેડિયમની પિચ પર અસરકારક સાબિત થઈ શકે છે. મુંબઈ પાસે મયંક માર્કંડેય અને મુરુગન અશ્વિન અસરકારક સ્પિનરો છે.

[quads id=1]

Related Articles

Back to top button