ભારતની ગોલ્ડન નદી જે પાણી સાથે કાઢે છે સોનું, જાણો શું છે ખાસ
ભારતની ગોલ્ડન નદી જે પાણી સાથે કાઢે છે સોનું, જાણો શું છે ખાસ
ભારતમાં એક એવી નદી છે જેમાંથી સોનું નીકળે છે. ઝારખંડમાં એક સ્થળ છે રત્નાગર્ભા. અહીંથી સ્વર્ણ રેખા નામની નદી વહે છે. વર્ષોથી આ નદીની રેતીમાંથી સોનું કાઢવામાં આવે છે. નદી ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં વહે છે. કેટલીકવાર તેને સુવર્ણા રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આપણા દેશ ભારતમાં ઘણી એવી રહસ્યમય વસ્તુઓ છે જેનો હજુ સુધી કોઈ રેકોર્ડ નથી, દરરોજ કંઈક નવું અને ખૂબ જ રસપ્રદ જોવા મળે છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે દેશમાં એક એવી નદી પણ છે જેના વિશે દાવો કરવામાં આવે છે. તે તેની સાથે સોનુ વહાવી લઈને આવે છે, આટલું જ નહીં, જ્યારે આ નદી કિનારે સોનું લાવે છે ત્યારે લોકો તેને બહાર કાઢી લે છે. ઘણા પરિવારો માટે આ નદી આજીવિકાનું સાધન પણ છે. ચાલો જાણીએ આ નદી વિશે…
સ્વર્ણરેખા નદી વિશે જાણો:
આ નદીનું નામ સુવર્ણરેખા (Subarnarekha) છે અને તે ભારતના ઝારખંડ રાજ્યમાંથી વહે છે. આ ઉપરાંત સ્વર્ણરેખા નદી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના વિવિધ ભાગોમાં સેંકડો વર્ષોથી વહે છે. તેના નામ પાછળનું કારણ પણ રસપ્રદ છે. લોકોનું માનવું છે કે આ નદી પોતાની સાથે સોનું લાવે છે, તેથી તેને સ્વર્ણરેખા નામ આપવામાં આવ્યું છે. તેને સોનાની નદી પણ કહેવામાં આવે છે.
બંગાળની ખાડીમાં પડે છે સ્વર્ણરેખા:
ઘણા અહેવાલોમાં આ નદીનું ઉદ્દગમ સ્થળ રાંચીની નજીક જણાવવામાં આવ્યું છે. સ્વર્ણરેખા નદી રાંચીથી લગભગ સોળ કિલોમીટર દૂર નગડીમાં સ્થિત રાનીચુઆનનું સ્થાન છોડીને લગભગ 474 કિલોમીટરનું અંતર કાપે છે. આ સમય દરમિયાન, ઉદ્દગમ સ્થળ છોડ્યા બાદ આ નદી અન્ય કોઈ નદીમાં મળતી નથી, પરંતુ ડઝનેક નાની-મોટી નદીઓ સ્વર્ણરેખામાં આવીને મળે છે. અને પછી આ નદી સીધી બંગાળની ખાડીમાં જઈને પડે છે.
શું છે સોનાનું રહસ્ય
આ નદીમાંથી સોનું નીકળે છે, આ વાત સાચી છે કે, પરંતુ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં છે કે સ્વર્ણરેખામાં સોનું ક્યાંથી નીકળે છે. પરંતુ સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓ અને નિષ્ણાતોના દાવા મુજબ, નદીના વહેણના ઘણા વિસ્તારોમાં કદાચ કેટલીક સોનાની ખાણો છે અને તે ખાણોમાંથી સ્વર્ણરેખા પસાર થાય છે. તેથી, ઘર્ષણને કારણે, સોનાના કણો તેમાં ભળી જાય છે, જે પછીથી નદી તેને કિનારે લાવીને મૂકી દે છે.
તમામ પરિવારોનું પેટ ભરે છે સ્વર્ણરેખા:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નદીની નજીક રહેતા લોકોનું કહેવું છે કે તેઓ તેની રેતીમાંથી સોનાના કણો એકઠા કરે છે અને નદીની રેતીમાંથી નીકળતા સોનાના કણો ઘઉંના દાણા જેટલા હોય છે. જો કે તે ઘણી ઓછી સંખ્યામાં જોવા મળે છે, પરંતુ ઘણી વખત એવું બન્યું છે કે ઘણી મહેનત પછી સોનાના કણો મળી આવે છે.
હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી:
આટલું બધું હોવા છતાં, સત્તાવાર રીતે આ વાતની કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી કે આ નદી કેવી રીતે અને ક્યારે સોનુ લઈને આવે છે. જો કે, તમામ અહેવાલોમાં એવું લખવામાં આવ્યું છે કે સ્વર્ણરેખા સેંકડો પરિવારોનું ભરણ પોષણ કરે છે. ઝારખંડના સ્થાનિક આદિવાસીઓ આ નદીમાં સવારે જાય છે. તમાડ અને સારંડા જેવા વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ આમાં લાગ્યા રહે છે.