યુક્રેનના સાંસદનો મોટો આરોપ – રશિયન સૈનિકો 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ પર દુષ્કર્મ આચરી આપી રહ્યા છે ફાંસી
યુક્રેનના સાંસદનો મોટો આરોપ - રશિયન સૈનિકો 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ પર દુષ્કર્મ આચરી આપી રહ્યા છે ફાંસી
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને 24 દિવસ પસાર થઈ ગયા છે. સેનાએ યુક્રેનના લગભગ તમામ મોટા શહેરોને વેરવિખેર કરી દીધા છે. આ દરમિયાન યુક્રેનના સાંસદોએ રશિયા પર મોટા આરોપ લગાવ્યો છે. વાસ્તવમાં સાંસદોનું કહેવું છે કે, સૈનિકો યુક્રેનમાં શહેરોમાં દુષ્કર્મ આચરી રહ્યા છે. તેમને દાવો કર્યો છે કે, રશિયન સૈનિકો 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ પર દુષ્કર્મ આચરી રહ્યા છે અને તેમને ફાંસી પણ આપવામાં આવી રહી છે.
યુક્રેનની વિરોદ્ધી હોલોસ પાર્ટીની સાંસદ લેસિયા વાસિલેન્કોએ દાવો કર્યો છે કે, સૈનિકો 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ પર દુષ્કર્મ આચરી રહ્યા છે. જ્યારે હિંસાથી બચવા માટે ઘણી મહિલાઓએ જાતીય શોષણ બાદ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે બીજી એટલી નબળી હતી કે, તે રેપ બાદ બચી શકી નહોતી.
લેસિયા વાસિલેન્કોએ જણાવ્યું છે કે, યુદ્ધ દરમિયાન 60 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દુષ્કર્મ બાદ મારી નાખવામાં આવી હતી અથવા તેને આત્મહત્યા કરી લીધી છે. તેમને જણાવ્યું છે કે, મુખ્ય સમસ્યા એ છે કે, પીડિતો અને પરિવારો પાસે તેમની સાથે થયેલા આ અન્યાય સામે આગળ આવીને અવાજ ઉઠાવવાની તાકાત કે ક્ષમતા નથી.
સાંસદે વધુમાં જણાવ્યું છે કે, જે મહિલાઓની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેમાંથી કેટલીકને તો ફાંસી પણ આપી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, અમે આ અન્યાય સામે પુરાવા એકત્ર કરી રહ્યા છીએ અને અમે યુદ્ધ દરમિયાન કરવામાં આવેલા આ અપરાધનો કેસ ECHR માં લઈ જઈશું. તેમણે સરકારથી યુક્રેનની અંદર માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે સરકારને પણ હાકલ કરી હતી. જેથી પીડિતોને “યોગ્ય સહાય” આપી શકાય.
તેમણે જણાવ્યું છે કે, આ મહિલાઓની મદદથી અમે યુદ્ધ દરમિયાન થયેલા અપરાધોના પુરાવા એકત્ર કરી શકીશું અને પુતિન પર આંતરરાષ્ટ્રીય અપરાધિક કોર્ટમાં યુદ્ધ અપરાધોનો કેસ ચલાવી શકાશે.