રમત ગમત

ગ્લેન મેક્સવેલે વિરાટ કોહલીની IPL ની સીઝનને લઈને આપ્યું મોટું નિવેદન

IPL ની નવી સિઝનમાં વિરાટ કોહલી ટીમનો કેપ્ટન નહીં હોય અને તેની જગ્યાએ ફાફ ડુ પ્લેસિસને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન ગ્લેન મેક્સવેલે જણાવ્યું છે કે, કેપ્ટનશિપના અભાવને કારણે વિરાટ કોહલી હવે વિરોધી ટીમ માટે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.

RCB ના પોડકાસ્ટમાં ગ્લેન મેક્સવેલે જણાવ્યું છે કે, મને લાગે છે જે કેપ્ટનશીપ કરી રહ્યા હોય છે તેમના પર ઘણું દબાણ હોય છે. આ કંઇક એવું હતું કે, જે થોડા સમયથી તેમનું વજન ઓછુ કરી રહ્યું હતું અને હવે તે આ બોઝને રીલીઝ કરવામાં સક્ષમ થઈ ગયા છે તો વિરોધી ટીમો માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે.

ગ્લેન મેક્સવેલે જણાવ્યું છે કે, વિરાટ કોહલી માટે રિલેક્સ થવું સારું છે અને તે આગામી કેટલાક વર્ષો સુધી બાહરી દબાણ વગર તેમની કારકિર્દીનો આનંદ માણી શકશે. મને લાગે છે કે, પહેલાના દિવસોમાં તેમની સામે રમતા, તે એક સ્પર્ધક હતા જે તમારો સામનો કરતો હતો. તે હંમેશા પોતાની જાતને રમત અને વિરોધી પર થોપવા નો પ્રયાસ કરતા હતા.

નોંધનીય છે કે, વિરાટ કોહલીએ છેલ્લી IPL દરમિયાન જાહેરાત કરી હતી કે તે આ સિઝન પછી RCB ની કેપ્ટનશીપ કરશે નહીં. તે એક ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલા રહેશે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને આ સિઝન માટે નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી પર વધારાની જવાબદારી રહેશે નહીં.

RCB ની ટીમ આ પ્રકાર છે :  વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ સિરાજ, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), દિનેશ કાર્તિક, અનુજ રાવત, ફિન એલન, આકાશ દીપ, જોશ હેઝલવુડ, જેસન બેહરનડોર્ફ, ચામા મિલિંદ, કર્ણ શર્મા, હર્ષલ પટેલ, વનઇન્ડુ હસરંગા, શાહબાઝ અહેમદ, મહિપાલ લોમર્ડ, શેરફેન રધરફોર્ડ, સુયશ પ્રભુદેસાઈ, અનિશ્વર ગૌતમ, ડેવિડ વિલી, લવનીથ સિસોદિયા, સિદ્ધાર્થ કૌલ.

 

[quads id=1]

Related Articles

Back to top button