ક્રાઇમ

પત્ની ન હતી આપી રહી છૂટાછેડા, CRPF જવાને શૂટરોને પૈસા આપીને ચલાવી ગોળી અને પછી…

પત્ની ન હતી આપી રહી છૂટાછેડા, CRPF જવાને શૂટરોને પૈસા આપીને ચલાવી ગોળી અને પછી...

રાજ્યમાં દિવસે ને હત્યાના સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતમાં શનિવારે સાંજે કેટલાક બદમાશોએ એક મહિલા પર ગોળીબાર કર્યો હતો, જેમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી, તે હજુ પણ હોસ્પિટલમાં જીવનની લડાઈ લડી રહી છે. હવે એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં પોલીસે આ કેસને ઉકેલતી વખતે જે ખુલાસો કર્યો છે તે તમને ચોંકાવી દેશે. પોલીસના જણાવ્યા અનુસાર આમાં તેના પતિનો હાથ છે.

સુરત પોલીસે મહિલા પર ફાયરિંગ કરનાર બે શૂટરની ધરપકડ કરી છે, જ્યારે તેમને સોપારી આપનાર મહિલાના પતિની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહિલાનો પતિ સીઆરપીએફમાં નોકરી કરે છે. ઇજાગ્રસ્ત મહિલાને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે શનિવારે સાંજે લગભગ 7.45 કલાકે સુરતના માનદરવાજા વિસ્તારમાં રહેતી નંદા બેન મોરે નામની મહિલા પર બદમાશોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. કાળા રંગની મોટરસાઇકલ પર આવેલા બંને હુમલાખોરો મહિલાને ગોળી મારીને ત્યાંથી ભાગી ગયા હતા.

ગોળીબારના સમાચાર મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગોળીથી ઘાયલ મહિલાને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ પણ આરોપીઓને પકડવા માટે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.

પોલીસે બે શૂટરોની ધરપકડ કરી છે, જેમના નામ રવિન્દ્ર રઘુનાથ અને નરેન્દ્ર જાધવ છે. આ બંને શૂટરોને મહિલા નંદા બેનના પતિ વિનોદ મોરે દ્વારા પિસ્તોલના કારતુસ અને એક મોટરસાઇકલ આપવામાં આવી હતી. સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું કે શૂટરોની ગોળીથી ઘાયલ મહિલા નંદા બેન મોરે અને તેના પતિ વિનોદ મોરે વચ્ચેના સંબંધો ખરાબ હતા.

[quads id=1]

Related Articles

Back to top button