ક્રાઇમજાણવા જેવુંદેશપ્રેરણાત્મક

આઘાતજનક અકસ્માત: ગરમ પાણીના ટબમાં પડી ચાર વર્ષની માસૂમ, સારવાર દરમિયાન મોત

આઘાતજનક અકસ્માત: ગરમ પાણીના ટબમાં પડી ચાર વર્ષની માસૂમ, સારવાર દરમિયાન મોત

ઈન્દોરમાં એક આઘાતજનક બનાવ સામે આવ્યો છે, જેમાં એક ચાર વર્ષની માસૂમ ગરમ પાણીના ટબમાં બેસી જતાં તેનું કરૂણ મોત થયું છે. જો કે બાળકીની માતાએ તેને નાહવા માટે ટબમાં ગરમ પાણી રાખ્યું હતું, અને આ દરમિયાન માતા ઠંડુ પાણી લેવા ગઈ કે તરત જ બાળકી ટબમાં પડી ગઈ હતી અને એ આખા શરીરે દાઝી ગઈ હતી. અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવી હતી અને બાળકીને દસ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ અંતે તેણીનું મૃત્યુ થયું હતું.

આ ઘટના દસ દિવસ પહેલા ઈન્દોરના નેહરુ નગરમાં બની હતી, જેમાં એક માસૂમ બાળકીનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીનું નામ રિયા જાધવ છે. આ ઘટના દરમિયાન બાળકીની માતાએ તેને નાહવા માટે ટબમાં ગરમ પાણી રાખ્યું હતું. અને આ પાણી ખૂબ જ ગરમ હતું. તે આ ગરમ પાણીમાં ઠંડુ પાણી ઉમેરવા અંદર ગઈ હતી. આ દરમિયાન ત્યાં હાજર ચાર વર્ષની બાળકી ટબમાં પડી ગઈ હતી. અને તેની ચીસો સાંભળીને માતા દોડી આવી અને બાળકને બહાર કાઢી હતી, પરંતુ આ પાણી એટલું ગરમ હતું કે થોડીવારમાં જ બાળકી ખરાબ રીતે દાઝી ગઈ હતી. તેની પીઠ અને છાતી પર ઊંડા ઘા પડી ગયા હતા.

જો કે આ છોકરીના માતા-પિતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેણીની હાલત ગંભીર હોવાથી તેને ચોઈથરામ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. અને અહીં યુવતીની દસ દિવસથી સારવાર ચાલી રહી હતી, પરંતુ શનિવારે મોડી રાત્રે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે બાળકીના પિતા દીપક જાધવ દુકાનના સંચાલક છે. ઘટના બની તે દિવસે તે અમદાવાદથી પરત ફર્યો હતો. ત્યાં તેઓ લગ્નમાં ગયા હતા. ત્યારે પત્નીએ પુત્રીને નહાવા માટે પાણી ગરમ કર્યું હતું અને તે દરમિયાન આ અકસ્માત બન્યો હતો. જેમને એક વધુ પુત્રી છે. રિયા સૌથી નાની દીકરી હતી. પોલીસ આ ઘટના મામલે તપાસ કરી રહી છે.

[quads id=1]

Related Articles

Back to top button