યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેના લીધે અનેક મુશ્કેલીઓનો સામનો ભારતને કરવો પડી રહ્યો છે. એવામાં ખાસકરીને તે છે કે, યુક્રેનમાં ફસાયેલ ભારતીયો છે. તેમને બહાર લાવવા માટે ભારતીય સરકારને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે અનેક વિદ્યાર્થીએ અને ભારતીય રહેવાસીઓને વિમાન દ્વારા બહાર લાવવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ અનેક ભારતીયો ફસાયેલા છે.
તેની સાથે હવે તેને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે, આ યુદ્ધની વચ્ચે ભારત સરકાર દ્વારા રશિયા સાથે એક મહત્વની સમજુતી કરવામાં આવી છે. ખારકીવમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે રશિયા દ્વારા 6 કલાક યુદ્ધ રોકવા માટે તૈયાર થયું છે. આ અંતરાલમાં ભારતના ફસાયેલા લોકોને સુરક્ષિત ખારકીવથી બહાર લાવીને યુક્રેનની આજુબાજુના દેશોમાં બોર્ડર સુધી લાવવામાં આવશે.
આ સિવાય યુક્રેનના શહેર ખારકીવમાં હજુ પણ હજારો વિદ્યાર્થીઓ ફસાયા હોવાની જાણકારી સામે આવી છે. તે પણ જાણવા મળ્યું છે કે, ભારતીયોને ત્યાંથી બહાર નીકળવા દેવામાં આવી રહ્યા નથી. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બુધવારની રાત્રી દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરવામાં આવી હતી. તે દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવાને લઈને મુદ્દો પણ ઉઠાવ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા પીએમને જણાવવામાં આવ્યું હતું કે, રશિયા ભારતની હરસંભવ મદદ કરશે.
જ્યારે પુતિને પીએમ નરેન્દ્ર મોદી સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીઓને વોર ઝોનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને તેમને ભારત મોકલવા માટે દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રશિયાના સેના તે જ દિશામાં કામ કરી રહ્યા છે. એવામાં હવે આગામી દિવસે રશિયા 6 કલાક સુધી યુદ્ધ રોકવા માટે તૈયાર થયું છે. તે દરમિયાન ફસાયેલા ભારતીયોને યુક્રેનથી બહાર કાઢવામાં આવશે.