ગુજરાતરાજકારણ

CM પટેલની યુવાનોને અપીલ – PM મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે તમારા જ્ઞાનનો કરો સદુપયોગ

CM પટેલની યુવાનોને અપીલ - PM મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે તમારા જ્ઞાનનો કરો સદુપયોગ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) ગઈકાલે અમદાવાદની ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (Dr Babasaheb Ambedkar Open University) ના સાતમા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમના સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રાપ્ત જ્ઞાનનો સદુપયોગ કરવા હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ ભાગ લીધો હતો.

સમાચાર એજન્સી અનુસાર, તેમણે એમ પણ કહ્યું કે મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વિવિધ પ્રાદેશિક યુનિવર્સિટીઓની સ્થાપના કરીને ગુજરાતના યુવાનોને વૈશ્વિક શિક્ષણની તક આપી છે. પટેલે તેમના સંબોધનમાં પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, “પ્રાકૃતિક ખેતી એ સમયની જરૂરિયાત છે. આપણા વડાપ્રધાને કુદરતી ખેતીનું અભિયાન શરૂ કર્યું છે ત્યારે ગુજરાત પણ આ માર્ગે આગળ વધી રહ્યું છે. તેમણે ખોરાક અને પોષણના વિદ્યાર્થીઓને સમાજમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અપીલ કરી હતી.

રાજ્યપાલે કર્યો પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ

જયારે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમના ભાષણમાં જણાવ્યું હતું કે મોદીએ દેશભરના ખેડૂતોને રસાયણોની ખરાબ અસરોમાંથી મુક્તિ મેળવવા માટે કુદરતી ખેતી અપનાવવા વિનંતી કરી છે. રાજ્યપાલને ટાંકીને એક સત્તાવાર રીલીઝમાં કહ્યું છે કે આત્મનિર્ભર ખેડૂતો અને આત્મનિર્ભર ખેતી માટે પ્રાકૃતિક ખેતી એ સમયની જરૂરિયાત છે. કુલ થઈને 15,461 ડિગ્રી વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવી, જેમાં 20 પીએચડી, 3,172 અનુસ્નાતક, 6,789 અંડરગ્રેજ્યુએટ, 181 અનુસ્નાતક ડિપ્લોમા અને 5,299 ડિપ્લોમા પ્રમાણપત્રો શામેલ છે.

આ ઉપરાંત 37 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ અને 35 વિદ્યાર્થીઓએ સિલ્વર મેડલ મેળવ્યા હતા, જ્યારે 35 વિદ્યાર્થીઓને રેન્ક સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે નવનિર્મિત ‘અગત્સ્ય અતિથિ નિવાસ’ અને ‘મૈત્રેયી મૂલાંકન ભવન’ નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

[quads id=1]

Related Articles

Back to top button