COVID-19 vaccine: દેશમાં કોરોના મહામારી સામેની લડાઈમાં વધુ એક રસીને મંજૂરી આપવામાં આવી છે. ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ (DCGI) એ 12-18 વર્ષની વયના બાળકો માટે બાયોલોજિકલ-E COVID-19 વેક્સિન કાર્બોવૈક્સ (Corbevax) ને અંતિમ મંજૂરી આપી દીધી છે.
બાયોલોજિકલ-E લિમિટેડે માહિતી આપી હતી કે કોવિડ-19 સામે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત રીસેપ્ટર બાઈન્ડિંગ ડોમેન (RBD) પ્રોટીન સબ-યુનિટ વેક્સિન Corbevax ને 12 થી 18 વર્ષની વયજૂથના ઉપયોગ માટે ભારતના ડ્રગ રેગ્યુલેટર તરફથી કટોકટીના ઉપયોગની મંજૂરી મળી ગઈ છે.
સરકાર ખરીદી રહી છે 30 કરોડ ડોઝ
બાયોલોજિકલ E દ્વારા 12 થી 18 વર્ષની વયના બાળકો માટે વિકસિત આ કોરોના વેક્સિનના 30 કરોડ ડોઝ સરકાર ખરીદી રહી છે. તેમની ખરીદી નો ઓર્ડર ઓગસ્ટ 2021માં આપવામાં આવ્યો હતો. બાયોલોજિકલ-E એ તેની રસી, Corbevax ના 25 કરોડ ખોરાકનો ડોઝનું ઉત્પાદન કર્યું છે. તે થોડા અઠવાડિયામાં બાકીના ડોઝ પણ તૈયાર કરી લેશે.
હૈદરાબાદની કંપની બાયોલોજિકલ ઇ ને ખરીદી માટે સરકારે ગયા વર્ષે 1500 કરોડની એડવાન્સ પેમેન્ટ કરી હતી. 14 ફેબ્રુઆરીએ જ ભારતીય ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા (DGCI) એ 12 થી 18 વર્ષની વચ્ચેના બાળકો માટે કોર્બેવેક્સ રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે Corbevaxની કિંમત સંભવતઃ 145 રૂપિયા હશે. તેમાં ટેક્સનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
આરબીડી પ્રોટીન આધારિત વેક્સિન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વેક્સિન ભારતની પહેલી RBD પ્રોટીન આધારિત કોવિડ-19 વેક્સિન છે. આ ભારત બાયોટેકની કોવેક્સિન પછી આ બીજી વેક્સિન છે, જેને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આપવામાં આવશે.
શું છે Corbevax વેક્સિનની વિશેષતા ?
કોર્બેવેક્સ રસી ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે માંસપેશિયો દ્વારા આપવામાં આવશે. તેના બે ડોઝ 28 દિવસના અંતરાલ પર આપવામાં આવે છે. Corbevax 0.5 ml (સિંગલ ડોઝ) અને 5 ml (દસ ડોઝ) શીશીઓમાં ઉપલબ્ધ છે. તે 2 થી 8 ° સે ડિગ્રી તાપમાને સાચવવામાં આવે છે.