દેશમાં કોરોના મહામારીને લઈને હાલમાં રસીકરણ અભિયાન ઘણું ઝડપથી કરવામાં આવી રહ્યું છે. ગયા મહિને જ 15 થી 18 વર્ષ માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 2 કરોડ કિશોરોને સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે અત્યાર સુધીમાં 15 થી 18 વર્ષની વયજૂથના બે કરોડ કિશોરોને કોરોના રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.
Union Health Minister Dr Mansukh Mandaviya says over 2 crore youngsters between the 15-18 age group are now fully vaccinated against COVID19
(file pic) pic.twitter.com/Ep6eqoPUK4
— ANI (@ANI) February 18, 2022
15 થી 18 વર્ષની વયજૂથના કિશોરોની રસીકરણ માટે 1 જાન્યુઆરીથી નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં, આ વય જૂથના 12 લાખથી વધુ કિશોરોએ રસીકરણ માટે નોંધણી કરાવી હતી. વેક્સિનેશન માટે હાલમાં પણ કોવિન પોર્ટલ પર નોંધણી કરવાનું શરૂ છે. આ ઉપરાંત આ વયજૂથના લોકો સીધા રસીકરણ કેન્દ્ર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને તેમને તાત્કાલિક રસીકરણ પણ કરી દેવામાં આવશે.
આ ઉપરાંત ગયા મહિને જ બૂસ્ટર ડોઝની પણ શરૂઆત કરી દેવામાં આવી હતી. કોરોનાની ત્રીજી લહેર દરમિયાન રસીના બૂસ્ટર ડોઝની જરૂરિયાત અનુભવાઈ હતી. જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.