ટેક્નોલોજી

Google Chrome યુઝર્સ સાવધાન! તરત જ અપડેટ કરી લો તમારું બ્રાઉઝર, નહીં તો આવી શકે છે મોટું જોખમ

Google Chrome યુઝર્સ સાવધાન! તરત જ અપડેટ કરી લો તમારું બ્રાઉઝર, નહીં તો આવી શકે છે મોટું જોખમ

Google Chrome એ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું વેબ બ્રાઉઝર્સમાંનું એક છે. જો તમારું કોમ્પ્યુટર કે લેપટોપ પણ ગૂગલ ક્રોમ (Google Chrome) નો ઉપયોગ કરી રહ્યું છે, તો તમારે તેને તરત જ અપડેટ કરી લેવું જોઈએ! હાલના એક અપડેટમાં, Google એ ખુલાસો કર્યો છે કે તેને ક્રોમ વેબ બ્રાઉઝરમાં 11 સુરક્ષા મુદ્દાઓ પર સમસ્યાઓ શોધી કાઢી છે. આ જોખમોથી યુઝરોને બચાવવા માટે Google એ Google Chrome અપડેટ બહાર પાડ્યું છે અને યુઝરોને તેમના બ્રાઉઝરને તાત્કાલિક અપડેટ કરવા માટે ચેતવણી પણ આપી રહી છે.

ગૂગલનું લેટેસ્ટ અપડેટ વર્ઝન 98.0.4758.102 છે. Google Chrome યુઝરોને કોઈપણ સંભવિત જોખમથી બચવા માટે તેમના બ્રાઉઝરને લેટેસ્ટ વર્જનથી અપડેટ કરી લેવું જોઈએ, જેથી તેઓ કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં ફસાઈ જતા બચી શકે.

Google Chrome કેવી રીતે કરવું અપડેટ

– સૌથી પહેલા તમારા ડિવાઇસ પર Google Chrome બ્રાઉઝર ખોલો.
– થ્રી-ડોટ આઇકોન પર ટેપ કરો.
– હેલ્પ પર જાઓ.
– About Google Chrome પર ટેપ કરો.
– તમે આગલી વિન્ડોમાં તમારા ક્રોમ બ્રાઉઝરનું વર્ઝન જોઈ શકશો. જો કોઈ અપડેટ ઉપલબ્ધ હોય, તો અપડેટ બટન દેખાશે.

[quads id=1]

Related Articles

Back to top button