ગુજરાતસમાચાર

ગુજરાતમાં આજે થઇ શકે છે કોરોનાની નવી ગાઈડલાઇન જાહેર

ગુજરાતમાં આજે થઇ શકે છે કોરોનાની નવી ગાઈડલાઇન જાહેર

ગુજરાતમાં કોરોનાના હાલના નિયંત્રણોની સમયમર્યાદા આવતીકાલે સવારે 6 વાગ્યે પૂર્ણ થઈ રહી છે. ત્યારે આજે કોરોનાની નવી ગાઈડલાઇન જાહેર થઇ શકે છે. જો કે ગુજરાતમાં હવે ધીરે ધીરે કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે આ નવી ગાઇડલાઇનમાં મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન એક કલાકની વધુ છૂટછાટ મળી શકે છે. જે રાત્રિ કર્ફ્યૂનો સમય 10 વાગ્યાને બદલે 11 વાગ્યા સુધીનો કરવામાં આવી શકે છે. જયારે રાજ્યના 8 મનપા વિસ્તાર સિવાયના 27 શહેરોમાંથી રાત્રિ કરફ્યૂ સંપૂર્ણપણે હટાવવામાં આવે તેવી પણ શક્યતા જાણવવામાં આવી રહી છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં નવી એસઓપી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાગરિકોને ફરજિયાત માસ્કમાંથી મુક્તિ આપવા માટે સરકારે ગંભીરતાથી વિચારણા કરી હોવાનું સૂત્રો પરથી જાણવા મળ્યું હતું. આ સાથે જ જાહેર કાર્યક્રમો અને પ્રસંગોમાં વધુ લોકોને છૂટ આપવામાં આવી શકે છે. ત્યારે હવે આ નવી સમય મર્યાદા પ્રમાણે સરકાર દ્વારા વધુ નિયંત્રણો લગાવવામાં આવશે કે પછી છૂટછાટ આપવામાં આવશે તેના પર સૌની નજર જોવા મળી રહી છે.

રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2560 કેસ નોંધાયા હતા. જયારે 8,812 દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. હાલમાં કોરોના મહામારીથી વધુમાં વધુ લોકોને વેક્સિનેશન કરી શકાય તેના પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

જે કોરોનાના કેસમાં ઘટાડો થતા કહીશકાય છે કે હવે કોરોનાની ત્રીજી લહેર તેના અંતે આવી રહી છે. જો કે આપણે એ વાત ધ્યાનમાં રાખી જોઈએ કે કોરોના હજુ સુધી આપણી વચ્ચેથી ગયો નથી જેથી આપણે કોરોના ગાઇડલાઇનનું પાલન ચોક્કસ પ્રમાણે કરવું જોઈએ. અને તે અન્ય લોકોમાં ન ફેલાય તેની પણ સાવચેતી રાખવી જોઈએ, જેથી આપણે આ કોરોના મહામારીને રોકી શકીએ.

[quads id=1]

Related Articles

Back to top button