હાલમાં કોરોના મહામારીને કારણે દેશની હવાઈ મુસાફરોને પણ ઘણી મોટી ખોટ પડી છે જેના કારણે તેને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સરકારે આ વાતના સંકેત આપ્યા છે કે ઈંધણની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. ત્યારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ જીએસટી પરિષદની આગામી બેઠકમાં વિમાન ઈંધણને જીએસટી દાયરામાં લાવવા માટે ચર્ચા કરી શકશે.
જો કે આ મામલે નાણા મંત્રીએ ઈંધણએ વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બની રહ્યો હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખીનય છે કે 2017માં GST પ્રણાલીને લાગુ કરવામાં આવી હતી. અને આ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘણી વસ્તુઓને આ દાયરા માંથી બહાર રાખવામાં આવી હતી. જેમાં જિન્સ-કાચુ તેલ, પ્રાકૃતિક ગેસ, પેટ્રોલ, ડીઝલ અને એટીએફ આના દાયરાથી બહાર રાખવામાં આવી હતી ત્યારે હવે વિમાન ઈંધણને જીએસટી દાયરામાં લાવવા માટે ચર્ચા કરી શકશે. જે આ અંગે અંતિમ નિર્ણય પરિષદ દ્વારા લેવામાં આવશે.
આ નિર્ણય લેવાની સત્તા માત્ર કેન્દ્ર ના હાથમાં જ નથી. અને આને GST પરિષદની પાસે મોકલવામાં આવશે. પરિષદની આગામી બેઠકના વિષયમાં આને સામેલ કરવામા આવશે જેથી આના પર ચર્ચા કરવામાં આવી શકે છે.