રાજસ્થાનથી ભયંકર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. રાજસ્થાનના કોટામાં ચંબલ નદી પાર કરતા સમયે એક નાના પુલ પાસે કાર નદીમાં ખાબકતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, આ કારમાં સવાર તમામ લોકો લગ્નપ્રસંગને લઈને જઈ રહ્યા હતા. પરંતુ તે પહેલા જ અકસ્માત સર્જાઈ ગયો હતો.
આ સિવાય જાણકારી સામે આવી છે કે, વરરાજાની કાર નયાપુરા કલ્વર્ટ પરથી જઈ રહી હતી તે દરમિયાન કારચાલક દ્વારા કાબૂ ગુમાવતા કલ્વર્ટની નીચે આવેલ ચંબલ નદીમાં કાર ખાબકી ગઈ હતી. આ જાન ચોથના બરવાડા પાસેથી આવી રહી હતી.
તેની સાથે કાર નદીમાં પડતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. તેની સાથે સ્થળ પર લોકોની ભારે ભીડ ઉમટી આવી હતી. અકસ્માત બાબતે મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવેલ છે. તેની સાથે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.
જ્યારે ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે દોડી આવી હતી. હાલ મૃતકોના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે ક્રેન દ્વારા કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…