7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓના વધારા અંગે AICPI ઇન્ડેક્સનો ડેટા જાન્યુઆરી સુધીના જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 0.2 પોઈન્ટનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો અંદાજવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કેટલાક કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 14 ટકાના મોટા વધારાની જાહેરાત કરવામાં આવી છે. જો કે, આ જાહેરાત માત્ર સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSEs)ના કર્મચારીઓ માટે કરવામાં આવ્યો છે. તેમના મોંઘવારી ભથ્થામાં આ સુધારો જાન્યુઆરીના અંતમાં કરવામાં આવ્યો છે.
અન્ડર સેક્રેટરી સેમ્યુઅલ હકે આ વિશે માહિતી આપતાં કહ્યું છે કે CPSEના બોર્ડ લેવલ પર અને બોર્ડ લેવલથી નીચેના ઓફિસર્સ અને સુપરવાઈઝર માટે DAના દરમાં સુધારો કરવામાં આવ્યો છે. 2007ના પગાર ધોરણ હેઠળ ડીએના મોંઘવારી ભથ્થાનો દર ઘટાડીને 184.1% કરવામાં આવ્યો છે. આ પહેલા તેમને 170.5% DA આપવામાં આવતું હતું. આ ઉપરાંત સાતમા પગાર પંચ હેઠળ જુલાઈમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 11 ટકાનો વધારો થયો છે. આ સાથે જ CPSEs માં 2007 ના પગાર ધોરણના DAમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.
CPSEsના કર્મચારીઓના DAમાં વધારાની વાત કરીએ તો જુલાઈ 2021માં તેમનું મોંઘવારી ભથ્થું 159.9 ટકાથી વધારીને 170.5 ટકા કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત લગભગ 11 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, હવે તેમાં 14 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે કર્મચારીઓને જબરદસ્ત ફાયદો થશે. આ વધેલા DAનો દર Industrial કર્મચારીઓને પણ લાગુ પડશે. જેમને DPI મુજબ સુધારેલા પગાર ધોરણ (2007)ની મંજૂરી આપવામાં આવી છે.
આ કર્મચારીઓના DAની ગણતરીની વાત કરીએ તો સરકારી કર્મચારીઓને પગારના આધારે DA આપવામાં આવે છે. આ સિવાય શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાનો દર અલગ અલગ હોય છે. જે અંતર્ગત દરેક માટે ગણતરી અલગ અલગ હશે. એટલે કે જેનો પગાર જેટલો વધારે હશે તેટલો જ વધુ ફાયદો થશે.
જયારે, કેન્દ્રીય કર્મચારીઓ માટે પણ DAની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. કારણ કે AICPI ઇન્ડેક્સ દ્વારા જાન્યુઆરી 2022નો ડેટા જાહેર કરી દેવામાં આવ્યો છે. તેમાં 0.2 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, પરંતુ તેને લઈને નિષ્ણાતોનું માનવું છે કે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થવાનો નક્કી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…