તમે ટીવી પર ફિલ્મોમાં લૂંટારા દુલ્હનની ઘણી વાતો સાંભળી જ હશે. આજે અમે તમને એક એવા લૂંટારા દુલ્હા વિશે જણાવા જઈ રહ્યા છીએ જેણે ઘણા રાજ્યોમાં ઘણા લગ્ન કર્યા છે. હવે આ લૂંટારૂ વરરાજા ઘણા સમય બાદ પોલીસના સકંજામાં આવી ગયો છે. આ 54 વર્ષીય લૂંટારા વરરાજા 7 રાજ્યોની 14 મહિલાઓ સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે. આ આધેડ ઉમરની વ્યક્તિને ભુવનેશ્વર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપી મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા મહિલાઓને નિશાન બનાવતો હતો.
ભુવનેશ્વરના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ડૉ. ઉમાશંકર દાસે જણાવ્યું હતું કે આરોપી બેદુ પ્રકાશ સ્વાહી મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા પોતાને ડૉક્ટર અને ક્યારેક ઉચ્ચ સરકારી અધિકારી કહેતો હતો અને મહિલાઓને ફસાવી લેતો હતો. મહિલાઓને ફસાવ્યા બાદ તેમને લગ્ન કરવાનું વચન આપતો હતો અને પૈસા લઈને ભાગી જતો હતો.
પોલીસે માહિતી આપી કે ઈન્ડો-તિબેટિયન (Indo-Tibetan) બોર્ડર પોલીસના ઉચ્ચ અધિકારી અને દિલ્હી હાઈકોર્ટમાં વકીલ સહિત 14 મહિલાઓ સાથે લગ્ન કરીને તેમને સાથે છેતરપિંડી કરી ચુક્યો છે.
બેદુ પ્રકાશ સ્વાહીનો હેતુ માત્ર મહિલાઓ સાથે લગ્ન કરીને પૈસા કમાવવાનો અને તેમની સંપત્તિ પર અધિકાર મેળવવાનો હતો. આ વ્યક્તિએ પંજાબ, ઝારખંડ અને દિલ્હી જેવા અનેક રાજ્યોની મહિલાઓને છેતરી ચુક્યો છે. આ મહિલાઓમાં મોટાભાગની એ મહિલાઓ છે કે જેમના લગ્ન મોડા થયા હતા અથવા તેમના છૂટાછેડા થઇ ગયા હતા. મહિલાઓની પરિસ્થિતિનો લાભ લઈને આ લૂંટારુ વરરાજા એ ઠગને અંજામ આપ્યો હતો.
વર્ષ 2021માં દિલ્હીના એક શિક્ષકે આ આરોપી અંગે ફરિયાદ નોંધાવી હતી. હવે જઈને બેદુ પ્રકાશ સ્વાહીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 498(a) અને 419 હેઠળ કેસ નોંધ્યો છે. અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…