કોરોનાને કારણે વિદેશમાં 4355 ભારતીયોના થયા મોત, સાઉદીમાં સૌથી વધુ
કોરોના વાયરસના કારણે વિદેશમાં રહેનાર 4355 પ્રવાસી ભારતીયોના મોત થયા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ, કોરોનાના કારણે 88 દેશોમાં 4355 પ્રવાસી ભારતીયોના મોત થયા છે. સૌથી વધુ સાઉદી અરબમાં 1237 ભારતીઓના મોત થયા છે, ત્યાર બાદ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) નું સ્થાન છે.
વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભામાં આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે સાઉદી અરેબિયામાં 1,237, UAE માં 894, કુવૈતમાં 668, ઓમાનમાં 555, બહેરીનમાં 203, અમેરિકામાં પાંચ અને રશિયામાં 15 ભારતીયોના મોત નીપજ્યા છે.
મંત્રી દ્વારા વધુ કહેવામાં આવ્યું છે કે કતારમાં 113 અને મલેશિયામાં 186 પ્રવાસી ભારતીયોની આ મહામારીથી મોત થયા છે. મુરલીધરન દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે, ‘વિવિધ ભારતીય મિશન પોસ્ટની પાસે ઉપલબ્ધ વિગતો મુજબ, કોરોનાના કારણે 4,355 પ્રવાસી ભારતીયોના મોત થયા છે. અંતિમ સંસ્કાર માટે 127 મૃતદેહો ભારત પણ લાવવામાં આવ્યા હતા.
ભારતમાં છેલ્લા એક દિવસમાં કોરોનાના કારણે 67084 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 4,24,78,060 પહોંચી ગઈ છે. જયારે એક્ટીવ દર્દીઓની સંખ્યા ઘટીને 790789 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ, દેશમાં કોરોનાના કારણે 1241 ના મોત થયા છે. તેના લીધે મોતનો આંકડો 5,06,520 પહોંચી ગયો છે.