અમદાવાદ શહેરમાં 26 જુલાઈ 2008 ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસને ૧૪ વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. તેમાં કોર્ટ દ્વારા 49 આરોપીને સજાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 2008 અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને સજામાં UAPA ની કલમ 20 હેઠળ 38 આરોપીને સજા ફટકારવામાં આવી છે. આ સજા મુજબ ૩૮ આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. જેમાં 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
નોંધનીય છે કે, ગત 08 ફેબ્રુઆરીના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં દેશના ઈતિહાસમાં પ્રથમ વખત 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. એવામાં આ દોષિતોને લઈને સજા ફટકારવામાં આવી છે.
તેની સાથે કેસમાં કોર્ટ દ્વારા કુલ 78 માંથી 49 આરોપીઓને UAPA હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત UAPA હેઠળ 49 આરોપીને દોષિત જાહેર કરાયા હતા. જેમાં 49 માંથી 1 દોષિત અયાઝ સૈયદને તપાસમાં મદદ કરી હોવાના કારણે તેને સજા ફટકારવામાં આવી નથી. જ્યારે બાકીના 29 આરોપીઓને કોર્ટે શંકાના આધારે નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે. જયારે દોષિત આરોપીઓમાંથી 32 આરોપી હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહેલા છે.
[quads id=1]