રાજકારણ

વીજળીના ભાવના નામે ગુજરાતની જનતા પાસેથી 1656 કરોડની લૂંટ ચલાવવામાં આવશે : સાગર રબારી

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી એ એક મહત્વપૂર્ણ મુદ્દે વાત કરતા કહ્યું કે, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ, જેણે 18 મહિના માટે સપ્લાય કરવાના કરારનું ઉલ્લંઘન કર્યું છે, તે જ કરાર હેઠળ NTPC ને યુનિટદીઠ 59 પૈસાનો વધારો કરવાની મંજૂરી આપી છે. જેના કારણે ગુજરાતના 1 કરોડ 30 લાખ ગ્રાહકો પર 1656 કરોડનો બોજ પડશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ સોલર પાવર પરચેઝ એગ્રીમેન્ટ માં કોઈ પ્રગતિ ન હોવા છતાં નવા ઊંચા ભાવ લાગુ કરવા GUVNL રાજી થઇ ગયું છે.

GUVNL એ NTPC સાથે 31મી જાન્યુઆરી 2021 ના દિને 500 મેગાવોટ સોલાર પાવર ખરીદી માટે યુનિટદીઠ રૂપિયા 1.99 ચૂકવવાના કરાર કર્યા હતા. NTPC સાથે કરવામાં આવેલ પાવર પરચેઝ એગ્રીમેન્ટ ના કરાર ની શરતો હેઠળ 12 થી 18 મહિના માં પાવર સપ્લાય ચાલુ કરી દેવાનું નક્કી કરાયું હતું. હજી NTPC પાવર સપ્લાય ચાલુ કરી શક્યું નથી. NTPC અને અન્ય પાવર સપ્લાય ડેવલોપર્સ એ તેના માટે હજી પુરી જમીન પણ હસ્તગત કરી નથી. હજી પાવર પ્લાન્ટ માટે જોઈતી એન્જિનિયરિંગ ની કેટલીક વસ્તુઓ ખરીદી પણ કરી નથી.

એક તરફ સમયસર સપ્લાય ન આપ્યો હોવા છતાંય તેણે યુનીટદીઠ ભાવમાં 59 પૈસાનો વધારો માંગ્યો છે. GUVNL એ આ વધારો સ્વીકારી લઈને ગુજરાતના 1.30 કરોડ વીજ વપરાશકારો સાથે અન્યાય કર્યો છે. આ નિર્ણયથી ઇલેકટ્રીસીટી એક્ટ ની જોગવાઈ નો પણ ભંગ થાય છે. પાવર પરચેઝ એગ્રીમેન્ટ પ્રમાણે સપ્લાય મળતો થયો કે નહિ તેનું નિયમન કરવા માટે GUVNL પાસે કોઈ જ સિસ્ટમ નથી. તેથી જ ગુજરાત ના વીજ ગ્રાહકો ના હિત નું રખોપું કરવા માટે જર્કે GUVNL પાસેથી તેના પાવર સપ્લાય એગ્રીમેન્ટ ના અમલીકરણનો સ્ટેટસ રિપોર્ટ મંગાવો જોઈએ.

મોંઘવારીની અસરને કારણે આમ આદમી પાર્ટી સતત વીજળીના ભાવ ઘટાડવાની માંગ કરી રહી છે. વીજળીના મુદ્દે આમ આદમી પાર્ટી એ આખા ગુજરાતમાં લગભગ 20 દિવસ સુધી ફ્રી વીજળી આંદોલન ચલાવ્યું હતું. આ આંદોલનમાં જનતા નો સંપૂર્ણ સાથ હતો કારણ કે આજે સમગ્ર ગુજરાતમાં મોંઘી વીજળીના કારણે લોકો પરેશાન છે. પરંતુ બહેરી, મૂંગી અને ભ્રષ્ટ સરકાર લોકોનો અવાજ સાંભળતી નથી અને વીજળીના ભાવમાં નવા વધારાની વાતો પણ સામે આવી છે. પ્રજાની વાતનો સતત અનાદર કરીને ભ્રષ્ટ ભાજપ સરકારે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેને પ્રજાની પરવા નથી.

જો NTPC કંપની તેના કરાર મુજબ વીજળી સપ્લાય કરી શકતી ન હોય તો સરકાર તેમની કિંમતમાં વધારો કરવા શા માટે સંમત થઈ? આ કામ માત્ર ભ્રષ્ટાચારી ભાજપ જ કરી શકે છે કે લોકોની માંગણીઓને બાજુ પર રાખીને માત્ર વીજ કંપની ની માંગણી ઓ જ તાત્કાલિક સ્વીકારે છે. આમ આદમી પાર્ટી ની સાથે સાથે ગુજરાતની જનતા પણ સતત ફ્રી વીજળી ની માંગણી કરી રહી છે, પરંતુ ભાજપ સરકારના કાને જનતા ના દુઃખ પહોંચી જ નથી રહ્યા.

આજે 2 રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને તે બંને રાજ્યોમાં મફત વીજળી આપવામાં આવી રહી છે. દિલ્હી રાજ્ય પોતે વીજળી ઉત્પન્ન કરતું નથી, છતાં મફત વીજળી આપે છે, અને ગુજરાત રાજ્ય મોટા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરે છે, છતાં ગુજરાતમાં વીજળી મફત કેમ નથી? મફત તો દૂર ગુજરાતમાં વીજળી ના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આ ગુજરાતની જનતા પર આર્થિક હુમલો છે, લોકોને લૂંટવા સરકારે ફરી એકવાર વીજ કંપનીઓ નો સાથ આપ્યો છે.

[quads id=1]

Related Articles

Back to top button