દેશ

પશ્ચિમ બંગાળના માલદામાં ટ્રક અને ઈ-રીક્ષા વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 15 લોકો થયા ઈજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં આજે એક માર્ગ અકસ્માતમાં ૧૨ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની જાણકારી સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, અહીં એક ટ્રકે એક ઈ-રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં ઈ-રિક્ષામાં મુસાફરી કરી રહેલા 15 લોકોને ઈજા થઈ ગયા હતી. ઈજાગ્રસ્તમાં છ બાળકોનો પણ સમાવેશ થાય છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઈ-રિક્ષા ચાલક અને ચાર બાળકોની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, અકસ્માત માલદા સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે 34 પર નારાયણપુર મિશન રોડ પર થયો હતો. બિહારના કિશનગંજના રહેવાસી 14 લોકો ઈ-રિક્ષામાં પર સવાર થઈને પાંડુઆની દરગાહ જઈ રહ્યા હતા.

તેમણે જણાવ્યું છે કે, આ લોકોએ માલદા ટાઉન રેલ્વે સ્ટેશનથી આવવા-જવા માટે 500 રૂપિયામાં ઈ-રિક્ષા ભાડે લીધી હતી. આ અકસ્માતમાં ઈ-રિક્ષા ચાલક અને 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને પહેલા એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેને માલદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

[quads id=1]

Related Articles

Back to top button