લાઈફસ્ટાઈલ

15 ફેબ્રુઆરીએ ફરી એક વખત લગ્ન કરવા જઈ રહી છે દિયા મિર્ઝા, એક દીકરીના પિતા સાથે કરશે લગ્ન, જાણો કોણ છે તેમના સપનાનો રાજકુમાર….

બોલિવૂડ જગતમાં આ દિવસોમાં એક પછી એક સ્ટાર્સ લગ્ન કરી રહ્યા છે. હવે સમાચાર છે કે દિયા મિર્ઝા 15 ફેબ્રુઆરીએ જલ્દીથી પોતાનું નવું જીવન શરૂ કરવા જઈ રહી છે. દિયા મિર્ઝા તેના બોયફ્રેન્ડ વૈભવ રેખી સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ બંનેની લવ સ્ટોરી એક વર્ષ પહેલા શરૂ થઈ હતી. તમને જણાવી દઈએ કે દિયા મિર્ઝા અને વૈભવ રેખી એક વર્ષથી લીવઇનમાં છે અને બંને પાલી હિલ સ્થિત બંગલામાં રોકાઈ રહી છે.

કહી દઈએ કે વૈભવ રેખીએ પણ છૂટાછેડા લીધા છે અને તેમની પૂર્વ પત્ની સુનૈના રેખી હતી. વૈભવ અને સુનૈનાને એક પુત્રી પણ છે. લોકડાઉનમાં આ બંનેને વધુને વધુ સમય સાથે ગાળવાની એક સુવર્ણ તક મળી હતી.

દિયાની નજીકના લોકો એમ પણ કહે છે કે દીયા અને વૈભવ તેમના સંબંધોને લઈને ઘણા ખુશ છે. અને તેઓ એકબીજાને ઘણું પસંદ કરે છે.

તમને જણાવી દઈએ કે, 2019 માં દિયા મિર્ઝાએ સાહિલ સંઘ સાથેના પાંચ વર્ષ જુના લગ્નને તોડી નાખ્યા હતા. દીયા અને સાહિલે 18 ઓક્ટોબર 2014 નાં રોજ લગ્ન કર્યાં હતા. છૂટાછેડા પછી દીયાએ લાંબા સમય સુધી મૌન ધારણ કર્યું હતું પરંતુ પછીથી એક ઇન્ટરવ્યુ દરમિયાન, તેણે તેના છૂટાછેડા અને ભાવિ આયોજન વિશેના વિચારો શેર કર્યા હતા.

દીયાએ સાહિલ સંઘથી અલગ થવા પર કહ્યું હતું કે છૂટાછેડાના નિર્ણય અંગે તેને કોઈ દિલગીરી નથી. તે કહે છે, “મને હવે કોઈ ફરિયાદ નથી.” હું 14 વર્ષની ઉંમરથી જ ધ્યાન કરું છું, હું દરરોજ સવારે સુંદર બગીચાઓમાં સમય વિતાવું છું. મારું ઘર પણ હરિયાળીથી ભરેલું છે. બહારની દુનિયામાં અને મીડિયામાં કેટલો ગુસ્સો જોવા મળે છે, તેનાથી મને કોઈ ફરક પડતો નથી.’

પરંતુ હવે દીયાએ તેના જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું છે. દીયા અને વૈભવના લગ્નના સમાચાર બહાર આવ્યા હોવાથી તેમના ચાહકો પણ ખૂબ ખુશ છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago