બીએસએફ (BSF) એ ગુરુવારે જે ચીન નાગરિકને ભારત-બાંગ્લાદેશ સરહદ પરથી ધરપકડ કરી હતી, તેને પૂછપરછ દરમિયાન અનેક સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. 36 વર્ષીય ચીની નાગરિક હાન જુનવેએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં આશરે 13૦૦ ભારતીય સિમકાર્ડની દાણચોરી કરીને ચીનમાં મોકલવામાં આવ્યા છે.આ દરમિયાન, ઉત્તર પ્રદેશ એટીએસના 4 સભ્યોની ટીમ પશ્ચિમ બંગાળના માલદા પહોંચી છે. આ ટીમ આરોપીઓની પૂછપરછ કરશે અને કેસની તપાસ તેમના હાથમાં લેશે. બીએસએફએ ચીનના હુબેઇ પ્રાંતના રહેવાસી હાન જુનવેની ગુરુવારે ધરપકડ કરી હતી. જ્યારે તે બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતની સીમમાં ઘુસી આવ્યો હતો. તપાસમાં ત્યારબાદ ઘણા ગેરકાયદેસર દસ્તાવેજ પણ મળ્યા ન હતા.
હાન જુનવેના કથિત બિઝનેસ પાર્ટનર સુન જિયાંગની પણ થોડા દિવસો પહેલા યુપી પોલીસે ધરપકડ કરી હતી. જુનવેની પૂછપરછ ને લઈને બીએસએફના ડીઆઈજી એસ.એસ. ગુલેરિયાએ જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન જુનવેએ દાવો કર્યો હતો કે જિયાંગે 1300 ભારતીય સીમકાર્ડ ચીનને મોકલ્યા છે. આ સિમ્સકાર્ડને ચીન માં જુનવે અને તેની પત્નીએ પ્રાપ્ત કર્યા હતા. હાલમાં અમે આ વાતની તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર આ સિમ્સકાર્ડની દાણચોરી કેમ કરવામાં આવી છે. હવે આ કેસની તપાસ યુપી એટીએસને સોંપવામાં આવી રહી છે. બીએસએફના વરિષ્ઠ અધિકારીઓએ શંકા વ્યક્ત કરી છે કે હાન જુનવેની સ્પાઇ એજન્સીથી લઈને આર્થિક ગુનામાં જોડાયેલ હોઈ શકે છે.
પોસ્ટ દ્વારા સિમ મોકલવાની શંકા, લેપટોપની પણ થઇ રહી છે તપાસ
બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારતથી સીમકાર્ડ પોસ્ટ અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા ચીન મોકલવામાં આવ્યા હતા. પુછપરછ અને તપાસ બાદ જ આગળની વધુ સત્ય સામે આવશે. હાન જુનવેના લેપટોપની પણ એજન્સીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. જુનવેએ દાવો કર્યો છે કે તેના ગુરુગ્રામમાં સ્ટાર સ્પ્રિંગના નામથી એક હોટલ પણ છે. તેમનું કહેવું છે કે તેઓ 2010 પછી અત્યાર સુધીમાં 4 વખત ભારતની મુલાકાતે આવી ચૂક્યા છે અને હૈદરાબાદ, ગુરુગ્રામ અને દિલ્હીમાં રોકાયા હતા. હુનવેએ કહ્યું કે તેની હોટલમાં કેટલાક ચીની કર્મચારી છે અને ઘણા ભારતીય પણ તેમાં છે.
લખનઉ પોલીસે નોંધી હતી જુનવે વિરુદ્ધ FIR
બીએસએફના અધિકારીઓએ જણાવ્યું કે તેમનું પૂર્વજોનું ઘર ચીનના હુઇબે માં છે. તમને જણાવી દઈએ કે તેના કથિત બિઝનેસ પાર્ટનર જિયાંગની યુપી પોલીસની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે જિયાંગે પણ જુનવે અને તેની પત્નીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પછી પોલીસે તેની સામે FIR પણ નોંધી હતી. આને કારણે તેને ભારતીય વિઝા મળી શક્યા નહીં. આ પછી, જુનવેએ નેપાળ અને બાંગ્લાદેશથી વિઝાની વ્યવસ્થા કરી અને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.