અજબ ગજબ

૧૩ તારીખે શુભ કરી કરતાં પહેલા વાંચી લ્યો આ લેખ, ૯૯% લોકો નથી જાણતા અશુભ માનવામાં આવતા 13 નંબર વિશે, પુરાણોમાં કહેવામાં આવેલું આ સત્ય

આપણા સમાજમાં ૧૩ નંબરને લઈને હજુ પણ અજીબ ધારણાઓ છે અને એવા અનેક અંધવિશ્વાસ છે જે સમાજને જકડી રાખ્યા છે અને તેને દૂર કરવા ખૂબ જ મુશ્કેલ છે. તમને એ જાણીને હેરાની થશે કે આપણા દેશ ની આર્થિક રાજધાની મુંબઈ ની ઘણી બિલ્ડિંગ્સ પર ૧૩ નંબરનો ફ્લોર નથી હોતો.

૧૩ નંબર માત્ર ભારતમાં જ નહીં પરંતુ બીજા અનેક દેશોમાં પણ અશુભ માનવામાં આવે છે. અમુક રિપોર્ટના આધારે ૧૩ તારીખ અને શુક્રવાર ના સંયોગ ના લીધે દર વર્ષે અમેરિકામાં લગભગ ૯૦૦૦ ડોલર મૂલ્યની ઉત્પાદન ક્ષમતા પર પ્રભાવ પડે છે. આપણા દેશમાં અને અનેક રાજ્યોમાં અને હોટલમાં આ નંબરનો રૂમ નથી હોતો અનેક લોકો ૧૩ નંબરના રૂમને લેવાનું બિલકુલ પસંદ નથી કરતા.

હિન્દુ માન્યતા અનુસાર કોઈપણ મહિનાની ૧૩ તારીખ હિન્દુ ધર્મના હિસાબથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર ૧૩મો દિવસ ત્રયોદશી કહેવામાં આવે છે જે ભગવાન શિવને અર્પિત થાય છે. પ્રદોષ વ્રત ભગવાન શિવને સન્માનમાં રાખે છે જે મહિનાના ૧૩મા દિવસે આવે છે. આ દિવસે જે કોઈ પણ વ્રત કરે છે તેને પૈસા, બાળકો અને સુખ સમૃદ્ધિ મળે છે. એટલું જ નહીં પરંતુ મહાશિવરાત્રિ માઘ મહિનાના ૧૩મા દિવસની રાત્રે ઉજવવામાં આવે છે તો પછી ૧૩ નંબર અશુભ કેવી રીતે થયો?

હોઈ શકે કે તમને ક્યારેક 13 નંબરો મળી શકે. તમને જણાવી દઇએ કે આખા વિશ્વમાં 13 નંબરને શુભ માનવામાં આવતો નથી. તે એક મનહુસ નંબર તરીકે જોવામાં આવે છે. તેથી જ લોકો તેનો ઉપયોગ કરતા પહેલા ઘણી વાર વિચારે છે. જો કે, આની પાછળ ઘણા મુખ્ય કારણો છે. ખાસ કરીને પશ્ચિમી દેશોમાં તમને આનો ઘણો ડર મળશે. ત્યાંના લોકોમાં 13 નંબર સંભાળતા જ ભયનું વાતાવરણ ઉભું થાય છે,

ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રમાં જો કોઈ પણ ચંદ્ર પક્ષમાં તે દિવસ રહી જાય તો તે પક્ષ અને અશુભ માનવામાં આવે છે અને તે જ પ્રકારે કોઈ પણ વર્ષમાં ૧૩ મહિના થઇ જાય અથવા અધિક માસ આવે તો તે માસને શુભ માનવામાં આવે છે.

પરંતુ આત્મકલ્યાણ અથવા મોક્ષ ની ઈચ્છા રાખતો હેતુ આ પુરુષોત્તમ માસ શુભ માનવામાં આવે છે. મહાભારત યુધ્ધના ૧૩ દિવસ તો કૌરવોના પક્ષમાં રહ્યા પરંતુ અંતમાં પરંતુ પાંડવોનો પક્ષ ભારે થઈ ગયો અને તે પણ કહેવામાં આવે છે કે ૧૩ અંકનો ડર એક અનાવશ્યક તથ્ય છે.

સત્ય તો એ છે કે તમે ૧૩ નંબરના અંકથી રમવાનું ચાલુ કરો અને અમુક દ્રઢ નિશ્ચય અને લક્ષ્ય રાખીને અંતિમ ક્ષણ સુધી સંઘર્ષ કરો તો તમારી જીત સુનિશ્ચિત છે. તેથી મોટા ભાગનાં લોકોનું માનવું છે કે આ તથ્યો ખોટા છે અને તેમાં કોઈ દમ નથી. ૧૩ નંબરને અશુભ માનવો તેને લઇને અનેક લોકોનું કહેવું છે કે આ માત્ર અંધવિશ્વાસ છે તેનું કોઈ પણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. વધુમાં વધુ જાણકારોનું માનવું છે કે ૧૩ તારીખ ના અમુક લોકો ની સાથે અને તેમના જીવનમાં ખરાબ ઘટના બને છે અને તેથી તે તેને અશુભ માનવામાં લાગે છે.

અટલ બિહારી વાજપેયીના જીવન સાથે ૧૩ નંબરનો ખૂબ જ ગાઢ સંબંધ છે. તેમનું પ્રધાનમંત્રીત્વ પહેલી વખત માત્ર ૧૩ દિવસ જ રહ્યું હતું. તો પણ વાજપેયીએ શપથ ગ્રહણ હેતુ ૧૩ તારીખ એ પસંદ કરી હતી. તો તેમની સરકારે પણ ૧૩ મહિના ચાલી પરંતુ ફરી વાજપેયી એ ૧૩મી લોકસભામાં પ્રધાનમંત્રીના રૂપમાં ૧૩ દળોના સહયોગથી ૧૩ તારીખ ના શપથ લીધી પરંતુ ખરી ૧૩ એ જ પરાજય  થયા. આથી હજી સુધી ૧૩ નંબર અમુક વ્યક્તિ પર જ તેનો  સારો પ્રભાવ પડ્યો છે. બાકી મોટાભાગના લોકો પર તેની અસર હજી નહિવત રહી છે.

Gayatri Patel

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago