સુરતમાં ભાજપના કાર્યકર્તાની વિદ્યાર્થીની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ બાબતમાં જાણવા મળ્યું છે કે, સુરતમાં ધોરણ-12 ની વિદ્યાર્થિની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધવાની સાથે ભાજપના કાર્યકર વિશાલ ઉર્ફે ભૂષણ પાટિલે 20 હજાર રૂપિયા પડાવ્યા હતા તે બાબતમાં ઉધના પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે ૨૦ દિવસ અગાઉ ભાજપના કાર્યકર્તા સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાઈ હતી. જેમાં ઉધના પોલીસ દ્વારા દુષ્કર્મ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો.
ભાજપના કાર્યકર્તાએ 17 વર્ષીય છોકરીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ અશ્લીલ તસ્વીર વાયરલ કરવાની ધમકી પણ આપી રૂપિયા પડાવ્યા હતા. તેમ છતાં પણ તેની પજવણી ચાલું રાખતા સગીરાએ આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી દીધી હતી. તેની સાથે ભાજપ કાર્યકર્તા સામે દુષ્કર્મ, એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
તેની સાથે આરોપી વિશાલ ઉર્ફે ભુષણ પાટીલ દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવવાની સાથે વારંવાર દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. જ્યારે આરોપી આ અગાઉ કિશોરી સાથે છેડતીના ગુનામાં જેલમાં પણ ગયો હતો. જામીન પર છૂટ્યા બાદ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઉધના પોલીસની ટીમ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરુ કરવામાં આવી હતી. વિશાલે ઉધનાની ધોરણ12માં અભ્યાસ કરનાર 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવતા તેની સાથે તે ફરવા પણ જતા હતા ત્યાં તેમને સગીરાની અશ્લીલ તસ્વીરો પણ પાડી લીધી હતી. ત્યાર બાદ વિશાલ તેને બ્લેકમેલ કરતો હતો અને વારંવાર શરીરસુખ પણ માણતો હતો.
તેમ છતાં વિશાલથી કંટાળીને સગીરાએ પરિવારને વાત કરી તો ઘરના સભ્યો હેરાન થઈ ગયા હતા. પરિવારના સભ્યો દ્વારા વિશાલને આ અંગે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેમનું પણ તેણે જાતિ વિષયક અપશબ્દો કહી અપમાન કર્યું હતું. તેની સાથે તેમને બદનામ કરવાની ધમકી આપી પૈસાની માંગણી પણ કરી હતી. જ્યારે બીજી તરફ વિશાલથી ભયભીત થઈને સગીરા દ્વારા તેને 20 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ પણ વિશાલે હેરાન કરવાનું છોડ્યું નહોતું અને અંતે કંટાળીને સગીરા દ્વારા પોલીસમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…