10 વર્ષનો દીકરો દરરોજ ઘરેથી થઈ જતો ગાયબ, એક દિવસ પિતાએ પીછો કરીને જોયું તો સામે આવી હકીકત…
બાળક એક નિર્દોષ વ્યક્તિત્વ ધરાવતું હોય છે. એ પોતાની રીતે એના કામમાં મગન હોય છે ક્યારેય બાળકના મનમાં દ્વેષ કે ગુસ્સો ન આવવા દેવો, હા ક્યારેક બાળક રિસાય જાય છે ત્યારે ન કરવાનું કરે છે. પરંતુ ક્યારેક બાળકના મનમાં ખોટો ભાવ આવી જાય તોપણ એ નાદાનીમાં ભૂલી જાય છે.
પોતાની કલ્પનાની વિચારમાં બાળક ગમે એવા સમયમાં બધાને મદદ કરવા તૈયાર થઈ જાય છે. આવી જ એક વાર્તા હું તમને જણાવવા માંગુ છું. એક ૧૦ વર્ષનું બાળક સાંજના સમયે એના ઘરના બાગમાંથી ક્યાંક જતું રહેતું હતું.
સેમ નામનું બાળક દરરોજ સાંજે બાગમાં રમવા જાવ છું એમ કહી ઘરેથી બહાર આવતું જ્યારે તેને બાગમાં જોવા જઈએ ત્યારે એ ત્યાં ન હોય આવું અઠવાડિયામાં ૫ વાર થયું. સતત અઠવાડિયા ઉપર જોવા ન મળતા સેમના માતાપિતાને ચિંતા થવા લાગી.
એક દિવસ માતાપિતાને થયું કે મારો સેમ કોઈ ખોટું કામ નથી કરતો ને તેથી તેમણે એક દિવસ પીછો કર્યો. જ્યારે સેમ ઘરથી બહાર રમવા માટે ગાર્ડનમાં આવ્યો ત્યારે તેને કોઈ જોઈ ન જાય એ રીતે ગાર્ડનની પાછળ પોતાનું જૂનું ઘર હતું એમાં ગુપ્ત રસ્તાથી ઘરમાં ગયો.
આમ આ રસ્તાથી ઘરમાં જતાં જોતાં તેમના પિતાને નવાઈ લાગી કારણ કે આ રસ્તો તો તેના માતાપિતાને પણ ખબર ન હતી એ રસ્તાથી અંદર ગયા ત્યારપછી પૂરી ઘટના જોઈ અને અચંબિત થઈ ગયા.
જ્યારે જોયુ તો સેમ કોઈ વડીલ સાથે વાત કરી રહ્યો હતો. જ્યારે અવાજની દિશામાં આગળ વધ્યા તો જોયું કે એક વડીલ જમવાનું જમતા હતા અને સેમને વાર્તા કહેતા હતા અને સેમ સાંભળતો હતો. આમ વડીલને જમતા જોતાં સેમની માતાને યાદ આવ્યું કે રોજ સાંજે સેમ જમવાનું માંગતો અને એના પિતા પાસે કપડાં પણ માંગતો હતો. એમના દરેક પ્રશ્નનો ઉકેલ મળી ગયો પણ આવું શા માટે કર્યું એ કહ્યું કેમ નહિ? તે પ્રશ્ન એના મનમાં થયો.
આ સવાલના જવાબ જાણવા માટે તેઓ સેમ પાસે ગયા. સેમની પાછળ કોઈ ઊભું છે એ જોઈને વડીલ ડરી ગયા. અને સોફા પાછળ સંતાઈ ગયા. આમ વડીલને સંતાઈ જતાં જોઈ સેમ ગભરાઈ ગયો. પરંતુ પાછળ ફરીને જોતાં તેને નિરાંત થઈ.
સેમ એ વિસ્તારથી વાત કહેવાનું શરૂ કર્યું એક અઠવાડિયા પહેલા સેમ શાળાથી ઘરે આવતો હતો ત્યારે આ વડીલ ડરના માર્યા રડતાં હતા. સેમ આ દ્રશ્ય જોઈ ભાવુક થઈ ગયો અને પાસે જઈને પૂછ્યું શું થયું દાદા ? ત્યારે વડીલ સેમને ભેટી પડ્યા અને બોલ્યા મારા દીકરા એ મને ઘરમાંથી કાઢી મૂક્યો અને અહી વૃદ્ધાશ્રમમાં રહું છું પણ મને મારા પૌત્રની બહુ યાદ આવે છે.
પણ મારો દીકરો મને મળવા નહિ દે તો હું શું કરું? અરે દાદા આટલી જ વાત ચાલો મારા ઘરે. વડીલે કહ્યું દીકરા તારા માતાપિતા બોલશે અજાણી વ્યક્તિને લઈ જાય તો તેના વિષે પૂછશે અરે હું કોઈને ન કહું તમે પણ ન કહેતા અને હા તમારું પૂરું ધ્યાન રાખીશ.
આટલું કહ્યા પછી તો તમે જાણો છો, મને ડર હતો કે તમે આમને બોલશો અને તે અહીથી ચાલ્યા જશે ફરી રસ્તા પર ભીખ માંગશે. આથી ક્યાંય કોઈ વાત ન કરી. પપ્પા આ દાદા તો કુતરા સાથે રહેતા હતા અને કુતરા તો તમને ગમતા નથી એટલે જ અહી આ દાદાદાદીના જૂના ઘરમાં રહેવા જગ્યા કરી. જ્યાં કોઈ જોવા કે પૂછપરછ કરવા ન આવે અને દાદા પણ આરામથી રહી શકે છે.
સેમ એક બાજુ આંગળી કરીને બતાવ્યું તો ૫ કૂતરા આગળ હોલમાં બેસેલા હતા અને ભોજન કરતાં હતા. જોકે અહીં ભોજનની વ્યવસ્થા નહોતી અને આખો દિવસ કૂતરાઓ પણ ભૂખ્યા અને તરસ્યા રહેતા હતા, જેના લીધે હું અહી ભોજન આપવા માટે આવતો હતો.
આ સમગ્ર ઘટના સાંભળ્યા બાદ સેમન માતાપિતાની આંખમાંથી આંસુ આવી ગયા અને પોતાના દીકરા પર ગર્વ થયો ખુશ થઈને ગળે લગાવી લે છે. આ વાર્તા ભલે કાલ્પનિક છે પણ ક્યાંક આવી ઘટના ફરી ન થાય એના હેતુથી સમાજના લોકોને જાગૃત કરવા માટે આ વાર્તા રજૂ કરી છે.