ક્રાઇમ

છરીના 10 ઘા, હાથ કાપીને ફેંકી દીધો… Xએ લીધો 19 વર્ષની યુવતીનો જીવ

છરીના 10 ઘા, હાથ કાપીને ફેંકી દીધો... Xએ લીધો 19 વર્ષની યુવતીનો જીવ

ગુજરાતના વડોદરામાં 19 વર્ષની યુવતીની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. ખરેખર, અહીં ત્રિશા સોલંકી નામની યુવતી તેના મામાના ઘરે રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી. રોજની જેમ યુવતી ટ્યુશન ભણવા માટે ઘરની બહાર નીકળી ત્યારે આરોપીએ તકનો લાભ ઉઠાવ્યો હતો. અને તેને આ દરમિયાન તીક્ષ્ણ હથિયાર વડે 10થી વધુ વખત તેના પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી અને બાદમાં તેનો એક હાથ કાપીને તેને ત્યાં ફેંકી દીધો હતો.

પોલીસની માહિતી અનુસાર, જ્યારે આરોપી યુવકે યુવતી પર હુમલો કર્યો ત્યારે તેની ચીસો સાંભળીને ખેતરમાં કામ કરતા મજૂરો ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તેમને ત્યાં આવતા જોઈને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. જોકે, એક મજૂરે આરોપીને જોયો હતો. જે બાદ પોલીસે થોડા જ કલાકોમાં આરોપી યુવકની ધરપકડ કરી લીધી હતી. ત્યારે આ આરોપીની ઓળખ કલ્પેશ તરીકે થઈ હોવાનું સામે આવી રહ્યું છે.

બંને વચ્ચે ત્રણ વર્ષ પહેલા બંધાયો હતો સંબંધ

પોલીસ પૂછપરછમાં આરોપી કલ્પેશે જણાવ્યું કે તે યુવતીને ઓળખતો હતો. અને બંને રિલેશનશિપમાં હતા. પરંતુ ત્રણ વર્ષ પહેલા યુવતી અભ્યાસ અર્થે ગોધરામાં તેના મામાના ઘરે આવી હતી. જે બાદ ત્રિશાએ કલ્પેશ સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. કલ્પેશ ત્રિશાને અવારનવાર ફોન કરતો હતો. પરંતુ ત્રિશાએ તેનો ફોન ઉપાડ્યો ન હતો. આ દરમિયાન આરોપીને ખબર પડી કે ત્રિશા હવે બીજા છોકરા સાથે રિલેશનશિપમાં છે. આ વાતની જાણ થતાં જ કલ્પેશ ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે ત્રિશાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.

યુવતી ટ્યુશન બાદ આરોપીને મળવા આવી હતી

જો કે આ માટે તેને ગમે તે રીતે ત્રિશાને તેને છેલ્લી વાર માટે મળવા માટે મનાવી લીધી હતી. અને તેને ત્રિશાને મળવા મુઝારી ગામ બોલાવી હતી. ત્યારબાદ ત્રિશા ટ્યુશન પછી તેને મળવા માટે ત્યાં આવી પહોંચી હતી. અને આ દરમિયાન ત્રિશાને જોતાં જ કલ્પેશે તેના પર તિક્ષ્ણ હથિયાર વડે 10થી વધુ વાર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. તેને યુવતીનો એક હાથ પણ કાપી નાખ્યો અને તેને પણ ત્યાં ફેંકી દીધો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે ત્રિશા વાંચનમાં ખૂબ જ હોશિયાર હતી. તે પોલીસમાં જોડાવા માંગતી હતી. હાલમાં તેણે ગુજરાત પોલીસની પરીક્ષા પણ પાસ કરી હતી.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago